Ahmedabad: અમદાવાદમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી, નડતર રૂપ વાહનોને દંડ ફટકારવામાં આવ્યો

સંજીવ રાજપૂત
અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં રોડ પર લારી-ગલ્લા સહિતના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાડજ, અખબારનગર અને રાણીપમાં એચ ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ તેમજ અડચણરૂપ વાહનોને મેમો આપવામાં આવ્યો હતો. અડચણરૂપ થતાં સાદા કાંટા/ ઈર્લેક્ટ્રોનિક કાંટા, લોખંડના ટેબલ જમા લેવાની કામગીરી હાથ ધરી હતી. તે ઉપરાંત બંધ બોડીની લારીઓ, લોખંડની ઇંગળવાળું પાટિયા નાના-મોટા બોર્ડ બેનર-જમા લેવાની કામગીરી કરવામાં આવી હતી.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આખા શહેરના ટ્રાફિકનું નિયમન અને સંચાલન કરવામાં આવે છે અને લોકોને ટ્રાફિક અને ડ્રાઇવિંગ બાબતે સતત જાગૃત પણ કરવામાં આવે છે. છતાંય જે લોકો પોતાના વાહનો નો પાર્કિંગ અને લોકોને અડચણરૂપ ઉભા કરી દેતા હોય છે. જેને લઈ ટ્રાફિક બી ડિવિઝનના પોલીસ કર્મીઓ અને અમદાવાદ મ્યુનિસિપલના દબાણ ખાતાના કર્મીઓ અધિકારીઓ દ્વારા આવા વાહનો હટાવવા અને મેમો આપવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અખબાર નગર ચોકી થી લઈ નિર્ણય નગર અન્ડરપાસ સુધી રસ્તામાં અડચણરૂપ પડેલ વાહનો તેમજ નો પાર્કિંગમાં પડેલ વાહનોના ફોટા ખેંચી મેમો આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ડ્રાઈવમાં મ્યુનિસિપલ અધિકારિઓ મુકેશભાઈ પરમાર, જાડેજાભાઈ તમામ સ્ટાફ તેમજ અખબાર નગર ટ્રાફિક બીટના ઇન્ચાર્જ જીતેન્દ્રસિંહ સહિત પોલીસ સ્ટાફ ટીઆરબી જવાનો અને કર્મીઓ જોડાયા હતા અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે જણાવવાનું કે અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળે આ ડ્રાઈવ યોજાઈ હતી જ્યાં એચ ટ્રાફિક પોલીસ દ્વારા પણ અડચણરૂપ વાહનો ને દંડ તેમજ મેમો અને AMC એ અડચણરૂપ થતાં સાદા કાંટા/ ઈર્લેક્ટ્રોનિક કાંટા, લોખંડના ટેબલ, સાદી લારીઓ,બંધ બોડીની લારીઓ લોખંડની ઇંગળવાળું પાટિયા નાના-મોટા બોર્ડ બેનર -જમા લેવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો. અમદાવાદના સ્થાપના દિવસે શહેરનાં નગરદેવી ભદ્રકાળીદેવીની 614 વર્ષ પછી નગરયાત્રા નિકળશે