ગંગા દૂષિત છે.. રિપોર્ટ સામે મોરારિબાપુને શું વાંધો, લોકો ચેતી જાય તો તેમાં ખોટું શું છે?

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)એ રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. જેમાં કહેવાયું છે કે, પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ગંગા-યમુનામાં પ્રદૂષણ વધ્યું છે. આ તરફ હવે ગંગા નદીનું પાણી દૂષિત હોવાના રિપોર્ટ અંગે મોરારિબાપુનું વિરોધાભાસી નિવેદન સામે આવ્યું છે. કથાકાર મોરારિબાપુએ કહ્યું, અત્યારે રિપોર્ટ આપવાની જરૂર ન હતી. આ સાથે તેમણે કહ્યું કે, મહાકુંભ પૂર્ણ થાય પછી રિપોર્ટ આપવાની જરૂર હતી. આ તરફ હવે દૂષિત પાણીનો રિપોર્ટ વહેલો મળે તેમાં મોરારિબાપુને શું ખોટું લાગે છે તે સવાલ થઈ રહ્યો છે.

કચ્છના કોટેશ્વરમાં રામકથા દરમિયાન મોરારિબાપુએ મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં મહાકુંભ દરમિયાન ગંગા નદીમાં કરોડો લોકોએ ડૂબકી લગાવી છે. આ તરફ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે રિપોર્ટ આપ્યો હતો કે, ગંગા-યમુનામાં પ્રદૂષણ વધ્યું છે.

જોકે આ મામલે કચ્છના કોટેશ્વરમાં રામકથા દરમિયાન કથાકાર મોરારીબાપુએ નિવેદન આપ્યું છે કે, ગંગાનું પાણી ન્હાવા યોગ્ય નથી તેવો રિપોર્ટ વાંચ્યો, પાણીનો રિપોર્ટ અત્યારે આપવાની જરૂર નહોતી. તેમણે કહ્યું કે, મહાકુંભના સવા મહિને રિપોર્ટ આપવાની જરૂર નહોતી. જોકે હવે દૂષિત પાણીનો રિપોર્ટ વહેલો મળે તેમાં મોરારિબાપુને શું ખોટું લાગે છે તે સવાલ ઊભો થયો છે. મોરારિબાપુના નિવેદન બાદ સવાલ ઊભો થાય છે કે, ગંગા નદીના દૂષિત પાણીના રિપોર્ટ બાદ લોકો ચેતી જાય તો તેમાં ખોટું શું છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *