મધ્યપ્રદેશના માંડવગઢમાં ઓલ ઇન્ડિયા જૈન પત્રકારોનું ત્રીજું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું

Oplus_131072

ભગવાન મહાવીર સ્વામીજીનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવા અને જૈનોમાં એકતા રહે હેતુ રાષ્ટ્રીય સ્થાપક અધ્યક્ષ હાર્દિક હુંડીયાજીના નેતૃત્વમાં પ્રારંભ થયેલ ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ્સ એસોસિએશન (આઈજા) નું તૃતિય સંમેલન ગત તારીખ-12/1/2025 ના રોજ મઘ્યપ્રદેશના માંડવગઢ જૈન તીર્થ ખાતે યોજાયું,
ઉપરોકત પ્રસંગે પધારેલ દરેક પત્રકાર મિત્રોએ મધ્યપ્રદેશના પ્રાચીન તીર્થ માંડવગઢમાં અતિ પ્રાચિન ચમત્કારિક એવા સુપાર્શ્વનાથ દાદાના દર્શન પુજનનો લહાવો લીધો હતો.


આ પ્રસંગે પધારેલ ધાર ક્ષેત્રના વિધાનસભાના વિધાયક કાલુરામજીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું,
આઈજા ના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડિયાજીએ દેશના ખૂણે ખૂણેથી આવેલ જૈન પત્રકારોનનુ શાબ્દિક સન્માન કરી સૌનો આભાર માન્યો હતો. આ સંમેલન માં એક માત્ર મુદ્દો એ હતો કે જૈન ધર્મમાં શિથીલાચારીતાનો અંત આવવો જોઈએ. જે મહાપુરુષ પોતાના આત્માના કલ્યાણની સાથે સાથે આપણા સૌ ના આત્માનું પણ કલ્યાણ કરે…પરંતુ જે સંસારનો ત્યાગ કરીને પણ સાંસારિક ભોગવૃતી માં રસ લે છે, તો પછી તેને સાધુના વેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

સાથે સાથે હાર્દિક હુંડિયાએ એમ પણ કહ્યું હતું કે સાઘુ સાધ્વીજી મહારાજ સાહેબની બધીજ સુવિધા નું ધ્યાન રાખવું એ પન આપણા સૌનું કર્તવ્ય છે, વધુમાં હાર્દિક હુંડીયાજીએ દેશના ખૂણે ખૂણેથી આવેલ ચારેય ફીરકાના પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું કે ધર્મની રક્ષા કાજે લડવા આપની કલમનો સદુપયોગ કરજો, તાળીઓના ગડગડાટથી સૌએ હાર્દીકભાઈની વાતને વધાવી લેતા કાર્યક્ર્મમાં સુંદર મજાનું વાતાવરણ જોવા મળ્યો હતું,
ઉપરોક્ત પ્રસંગે આઈજા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે શ્રી આનંદભાઈ દોશી (અમદાવાદ)ની વરણી કરવામાં આવેલી હતી.


તદુપરાંત આગળના દીવસે રાત્રે ૮ વાગ્યે દાદાના દરબારમાં આયોજીત ભક્તિ ભાવનામાં તમામ પત્રકારોએ ભક્તિમાં ભાગ લીધો હતો આ ભવ્ય કાર્યક્રમમાં પધારેલા દરેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *