ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયો:રાષ્ટ્રીય OBC મોરચામાં પદાધિકારી તરીકે નિમણૂક

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે શનિવારે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમને પાર્ટીની નવી નેશનલ OBC મોરચા કાર્યકારિણીમાં સ્થાન મળ્યું છે.
યુઝવેન્દ્ર ચહલને આ કાર્યકારિણીમાં ‘સ્પેશિયલ ઇનવાઈટી’ બનાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સભ્ય અમરપાલ મૌર્યએ તેમને પાર્ટીની સદસ્યતા અપાવી. અમરપાલ OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.
ભાજપે 6 દિવસ પહેલાં વધુ એક પૂર્વ ક્રિકેટર હરભજન સિંહને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપી છે.