કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત રક્તરંજિત બન્યો હતો. શનિવારે રાત્રે ખાવડાથી ભુજ તરફ આવી રહેલી એક કાર અને સામેથી આવતા ટ્રેઈલર વચ્ચે વેકરિયાના રણ વિસ્તારમાં સર્જાયેલા ભીષણ અકસ્માતમાં આર્મી પરિવારના 7 સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મૃતકો ઉત્તરાખંડના છે. રાત્રે સર્જાયેલી કરુણાંતિકાને પગલે સ્થાનિક પોલીસ સહીત આર્મીના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. રાત્રે સર્જાયેલી કરુણાંતિકાને પગલે સ્થાનિક પોલીસ સહીત આર્મીના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. શનિવારે રાત્રે આશરે સાડા નવ વાગ્યાના અરસામાં ઉત્તરાખંડ પાસિંગની કાર ખાવડા તરફથી ભુજ આવી રહી હતી. તે દરમિયાન ભુજ તરફથી ખાવડા જઈ રહેલા ટ્રેઈલર અને કાર ધડાકાભેર સામ-સામે ટકરાઈ હતી.
આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કારની અંદર સવાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ૩ બાળક,2 મહિલા અને 2 પુરુષ સહિત કુલ 7 લોકોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને 108 એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક પરિવાર કચ્છમાં ફરવા માટે આવ્યો હતો હતો. મૃતકોમાં ત્રણ પરિવારનો સમાવેશ થાય છે. જેમાં પતિ-પત્ની સહિત તેની માત્ર 3 માસની બાળકી, પિતા અને પુત્રી તેમજ માતા અને પુત્રીએ જીવ ગુમાવ્યા છે. આ ગોઝારી ઘટનાની જાણ થતા જ મોડી રાત્રે આર્મીના અધિકારીઓ તાબડતોબ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.