અમદાવાદમાં નશાના નેટવર્ક પર પોલીસનો સપાટો: એક જ રાતમાં 4 દરોડા પાડી 6 આરોપીઓને ઝડપ્યા

યુવાધનની રગોમાં ‘ઝેર’ ઉતારવાનું એક મોટું ષડયંત્ર બેનકાબ થયું છે! 31મી ડિસેમ્બરની પાર્ટીઓ પહેલા નશાના સોદાગરોએ અમદાવાદ શહેરને નશામાં ડૂબાડવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ ખાખીની એક જ રાતની સર્જિકલ સ્ટ્રાઈકે તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે…કઈ રીતે ચાલતો હતો ‘કફ સીરપ’નો કાળો કારોબાર? અને એક જ રાતમાં 4 દરોડા પાડીને પોલીસે કયા 6 કુખ્યાત ચહેરાઓને બેનકાબ કર્યા
અમદાવાદમાં ‘નો ડ્રગ્સ ઈન અમદાવાદ સિટી’ અભિયાન હેઠળ ઝોન-7 પોલીસે નશાના સોદાગરો પર મોટો સપાટો બોલાવ્યો છે…ઝોન-સાત એલસીબી તેમજ વાસણા, વેજલપુર અને આનંદનગર પોલીસે સંયુક્ત રીતે એક જ રાતમાં મેગા કોમ્બિંગ ઓપરેશન પાર પાડ્યું હતું…જેમાં પોલીસે NDPS એક્ટ હેઠળ 4 અલગ-અલગ કેસ નોંધીને 6 આરોપીઓને ઝડપી લીધા છે…દવાના નામે નશાનો વેપાર કરતા આ તત્વો પાસેથી પોલીસે કફ સીરપ, ગાંજો, વાહનો અને રોકડ સહિત કુલ 8 લાખ 91 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસની તપાસમાં યુવાધનને બરબાદ કરતા ‘સીરપ કૌભાંડ’નો ચોંકાવનારો પર્દાફાશ થયો છે…આનંદનગર પોલીસે પાવન સોની અને મહેબુબ ખલીફાને 480 કફ સીરપની બોટલો અને કાર સહિત 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચ્યા છે. આરોપીઓ અન્ય વ્યક્તિના નામે મેડિકલ લાયસન્સ મેળવી છેલ્લા 6 મહિનાથી કફ સીરપનો કાળો કારોબાર ચલાવતા હતા. તો વેજલપુર પોલીસે ઈમરાન મંસુરી પાસેથી 69 કફ સીરપ બોટલ અને રીક્ષા સહિત 1.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે…આ ઉપરાંત, વેજલપુર અને વાસણા પોલીસે અન્ય બે દરોડામાં મેહરાબખાન પઠાણ અને ઈર્શાદઅલી સૈયદને કુલ 524 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે.
આગામી 31મી ડિસેમ્બરની ઉજવણી પહેલાં શહેરમાં નશાના નેટવર્ક પર પોલીસે તવાઈ બોલાવી છે…ઝડપાયેલા આ તમામ 6 આરોપી કફ સીરપ અને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવતા હતા અને કોને સપ્લાય કરતા હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે…ખાસ કરીને અન્ય વ્યક્તિના નામે મેડિકલ લાયસન્સ કઈ રીતે મેળવ્યું તે પણ તપાસનો મુખ્ય વિષય છે…