દ્વારકા જતા પદયાત્રીઓના સંઘને આઇસરે અડફેટે લીધા, એકનું મોત અને 7 ઈજાગ્રસ્ત

Oplus_131072

દ્વારકાધીશના દર્શનની આશા સાથે પગપાળા યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓ માટે રસ્તા પર અચાનક કાળ બનીને આઇસર આવી હતી. સુરેન્દ્રનગરના કાનપરા નજીક આ અકસ્માત સર્જાયો હતો. અંદાજે 65થી વધુ પદયાત્રીઓનો સંઘ પગપાળા દ્વારકા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન પૂરઝડપે આવેલા આઇસર ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા નજીક આ અકસ્માત સર્જાયો હતો. 65થી વધુ પદયાત્રીઓનો સંઘ પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. તમામ પદયાત્રીઓ સંઘમાં સાથે ચાલીને પોતાની ધાર્મિક યાત્રા આગળ વધારી રહ્યા હતા.આ દરમિયાન એક આઇસર વાહનના ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અચાનક બનેલી આ ઘટનામાં અનેક પદયાત્રીઓ રસ્તા પર પટકાયા હતા. અકસ્માતને કારણે સંઘમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત થયું છે. જ્યારે અન્ય 7 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ 7 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.દ્વારકાધીશના દર્શન માટે નીકળેલા સંઘમાં અકસ્માત સર્જાતાં અન્ય પદયાત્રીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. એક તરફ યાત્રામાં જોડાયેલા વ્યક્તિનું મોત થતાં શોક છવાયો છે, તો બીજી તરફ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *