પીએમ મોદી મારો ફોન ટેપ કરાવે છે, મારી પાસે પુરાવા છે, રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ફરી એક વખત વડાપ્રધાન મોદી પર મોટો આક્ષેપ કર્યો છે. આ વખતે રાહુલ ગાંધીએ એટલો મોટો દાવો કર્યો છે કે જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું કહેવું છે કે પીએમ મોદી વિરુદ્ધના બધા જ પુરાવા તેના ફોનમાં છે અને પીએમ મોદી તેનો ફોન ટેપ કરાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ આ વાત ક્યારે અને કેવી રીતે કરી છે ચાલો તમને પણ જણાવીએ.

રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા એક વિડિયો શેર કરીને પીએમ મોદીને વન ટુ વન ડિબેટ કરવા માટે ચેલેન્જ આપી હતી. તે સમયે તેણે કહ્યું હતું કે જો વડાપ્રધાન મોદી તેની સામે બેસીને તેની સાથે ડિબેટમાં ઉતરે તો 5 મિનિટમાં જ વડાપ્રધાન મોદીનું રાજનૈતિક કરિયર ખતમ થઈ જાય અને તે દેશના વડાપ્રધાન પણ ન રહે. આ વાત પછી શુક્રવારે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર ફરી એક વખત મોટો દાવો કર્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર આસ્ક મી સેશન દરમિયાન રાહુલ ગાંધીને કોઈએ પ્રશ્ન કર્યો હતો કે જ્યારે ભાજપ સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર છે તો તે સાર્વજનિક ચર્ચા પર ભાર શા માટે આપી રહ્યા છે ? આ પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધી કહે છે કે લોકસભામાં તેને બોલતા અટકાવી દેવામાં આવે છે અને તેના માઈક બંધ કરી દેવામાં આવે છે. રાહુલ ગાંધીએ એવો આરોપ પણ લગાવ્યો કે જ્યારે તેણે સંસદમાં કૃષિ કાયદો, વોટ ચોરી, ચીન, એપ્સટીન ફાઈલ જેવા મુદ્દા પર બોલવાની શરૂઆત કરી તો તેમને બોલવા દેવામાં ન આવ્યા. એટલા માટે જ હવે રાહુલ ગાંધીને લોકોની સામે જ સીધી મુદ્દા પર વાત કરવી છે. સંસદમાં લાંબા ભાષણ અને દલીલબાજી નથી કરવી.

मोदी जी, अपने ही गोदी मीडिया के दिवाली मिलन में भी टेलीप्रॉम्प्टर? लोग आपके, मंच आपका, माहौल आपका – फिर भी स्क्रिप्ट चाहिए थी। लगता है दबाव में घबरा गए हैं। ख़ैर, कोई बात नहीं। मुझसे बहस में भी टेलीप्रॉम्प्टर ले आइए, जज भी अपनी पसंद का बैठा लीजिए। बस आइए तो सही। देश जानना चाहता है – असली देशद्रोही कौन है?— Rahul Gandhi (@RahulGandhi) November 13, 2026

રાહુલ ગાંધી આ વીડિયોમાં એવું પણ કહે છે કે તેણે જે પણ આરોપ પીએમ મોદી પર લગાવ્યા છે તેના પુરાવા તેના ફોનમાં છે અને તેનો ફોન વડાપ્રધાન મોદી ટેપ કરાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર ફોન ટેપિંગનો સીધો આક્ષેપ કર્યો હતો. Instagram પરના આ સેશન સિવાય તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડીયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં પણ રાહુલ ગાંધી એવો દાવો કરે છે કે જો વડાપ્રધાન મોદી તેની સામે પાંચ મિનિટ બેસે તો તેનું કરિયર ખતમ થઈ જાય. પાંચ મિનિટમાં જ તે સાબિત કરી દેશે કે કોણ દેશદ્રોહી છે અને વિદેશી શક્તિઓ કોને કંટ્રોલ કરી રહી છે.

રાહુલ ગાંધી વીડિયોમાં એવો પણ દાવો કરે છે કે જ્યારથી તેણે પુરાવાની વાત કરી છે ત્યારથી પીએમ મોદીના મનમાં ડર છે અને એટલા માટે જ તેઓ ડાયરેક્ટ તેમના પર કોઈ અટેક કરતા નથી તે વાત ધ્યાનમાં લેવા જેવી છે.રાહુલ ગાંધીએ તાજેતરમાં પીએમ મોદી પર જે ફોન ટેપિંગ કરાવવાનો આરોપ લગાવ્યો છે તે મામલે ભાજપ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. રાહુલ ગાંધીએ તાજેતરના વિડીયો મેસેજમાં પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તેણે જ પણ આરોપ વડાપ્રધાન મોદી પર લગાવી રહ્યા છે તેના પૂરતા પુરાવા તેની પાસે છે. હવે જોવાનું રહ્યું કે રાહુલ ગાંધીની આ વાત પર ભાજપ તરફથી શું પ્રતિક્રિયા આવે છે અને આગામી સમયમાં રાહુલ ગાંધી પોતાની વાત સાબિત કરવા શું કરશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *