મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ બંનેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મેક્સવેલે પોતાના 14 વર્ષના કરિયરમાં ઓસ્ટ્રેલિયા માટે 286 મેચ રમી છે. તેમણે લિસ્ટ A અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી છે. જોકે, તેઓ T20 ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે.

મેક્સવેલ ગયા વર્ષે જૂનમાં વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ T20 ટીમ માટે ઉપલબ્ધ રહેશે. તેઓ 2026ના T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે પણ રમશે. મેક્સવેલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 2028માં ઓલિમ્પિક્સ અને વર્લ્ડ કપ સાથે ઓસ્ટ્રેલિયાને એક યુવાન અને ઉર્જાવાન ટીમની જરૂર પડશે અને આગામી થોડા મહિના ટીમની તૈયારી માટે મહત્વપૂર્ણ રહેશે.

ગ્લેન મેક્સવેલે ધ ફાઇનલ વર્ડ પોડકાસ્ટ પર કહ્યું હતું કે, “હું MCG ખાતે મારી નિવૃત્તિ મેચ રમવાની તક ઇચ્છતો હતો, પરંતુ હું સમજું છું કે મેનેજમેન્ટ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. ઓલિમ્પિક્સ આવી રહી છે તેથી હું આગામી 12 થી 24 મહિનામાં ઘણા ફેરફારોની આગાહી કરું છું.”

૩ વર્લ્ડ કપ જીત્યા

ગ્લેન મેક્સવેલે પોતાની ભવ્ય કારકિર્દીમાં બે વાર 2015 અને 2023માં વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો. તે 2021માં ઓસ્ટ્રેલિયાની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. તેની 286 મેચની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે ત્રણેય ફોર્મેટમાં 286 મેચ રમી, જેમાં 7226 રન બનાવ્યા અને 136 વિકેટ લીધી.

નિર્ણય મુશ્કેલ હતો

મેક્સવેલે કહ્યું હતું કે વિક્ટોરિયા માટે તેની છેલ્લી ODI પછી તેના સાથી ખેલાડીઓને તેની નિવૃત્તિ વિશે કહેવું અપેક્ષા કરતાં વધુ મુશ્કેલ હતું. હવે મારા શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે જેથી હું મારી કારકિર્દીની છેલ્લી કેટલીક ટુર્નામેન્ટ રમી શકું.” આ મહાન ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે T20 ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી નથી. તે 2026-27 BBLમાં મેલબોર્ન સ્ટાર્સ માટે ઉપલબ્ધ રહેશે અને તેને કરારનું વિસ્તરણ પણ મળી શકે છે.

મેક્સવેલે “ધ ફાઇનલ વર્ડ પોડકાસ્ટ” પર પોતાની નિવૃત્તિ વિશે કહ્યું હતું કે, “આ નિર્ણય થોડો દુઃખદ છે, પરંતુ તે અપેક્ષિત પણ હતો. હું વિક્ટોરિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમજ 50 ઓવર અને ચાર દિવસીય સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. રેડ-બોલ ક્રિકેટને સંપૂર્ણપણે છોડી દેવાનો નિર્ણય કદાચ કોઈને આશ્ચર્યચકિત નહીં કરે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *