દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.92 લાખ, જાણો સોનાનો લેટેસ્ટ રેટ

વૈશ્વિક બજારમાં આજે પણ સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો. બીજી બાજુ ઘર આંગણે વાયદા બજાર અને રિટેલ બજારમાં પણ સોનું-ચાંદી ગગડ્યા. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, મોંઘવારીની ચિંતા અને અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજ દરોને લઈને અનિશ્ચિતતાઓએ સોના અને ચાંદી પર દબાણ વધાર્યું છે. IBJA પર સોનું 628 રૂપિયા જ્યારે ચાંદી 2442 રૂપિયા જેટલી ઘટાડા સાથે જોવા મળી છે. MCX ઉપર પણ સોનું 1.42 લાખ અને ચાંદી 1.92 લાખ આસપાસ જોવા મળ્યા છે.

IBJA પર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 628 રૂપિયા તૂટીને 141082 રૂપિયાની આસપાસ જોવા મળ્યું છે જે કાલે 141710 રૂપિયા પર બંધ થયું હતું. આ ઉપરાંત ચાંદીમાં મોટું  કરેક્શન છે. ભાવમાં 2442 રૂપિયા ઘટાડો થઈને આજે 192037 રૂપિયાની સપાટીએ પ્રતિ કિલો જોવા મળી છે. જે  કાલે 194479 રૂપિયા પ્રતિ  કિલો બંધ થઈ હતી.આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. આ ભાવ  દિવસમાં બેવાર જાહેર થાય છે. જાહેર રજાઓ અને શનિવાર તથા રવિવારે એસોસિએશન નવા ભાવ જાહેર કરતું નથી. તેના  ભાવ દેશભરમાં માન્ય છે.

કેરેટ પ્રમાણે ભાવ

  • 24 કેરેટ સોનાનો પ્રતિ ગ્રામ ભાવ 14108 રૂપિયા
  • 22 કેરેટ સોનાનો પ્રતિ ગ્રામ ભાવ 13770 રૂપિયા
  • 20 કેરેટ સોનાનો પ્રતિ ગ્રામ ભાવ 12556 રૂપિયા
  • 18 કેરેટ સોનાનો પ્રતિ ગ્રામ ભાવ 11428 રૂપિયા
  • 14 કેરેટ સોનાનો પ્રતિ ગ્રામ  ભાવ 9100 રૂપિયા
  • એક કિલો ચાંદીનો ભાવ 192037 રૂપિયા

MCX પર બપોરે એક વાગ્યાની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.43 ટકાના ઘટાડા સાથે 142456 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 1.90 ટકાના ઘટાડા સાથે 192075 રૂપિયાના ભાવે જોવા મળી છે.કોમેક્સ પર સોનું છેલ્લે 4016.50 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 52.870 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યા છે. સોના અને ચાંદી પર આટલું દબાણ આવવાનું શું કારણ છે તેના ઉપર પણ એક નજર  ફેરવો.

કેમ સતત ગગડી રહ્યા છે સોના-ચાંદીના  ભાવ

  • ક્રૂડ ઓઈલના ભાવ સતત રેકોર્ડ સ્તરે રહ્યા છે. મંગળવારે સવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ લગભગ 115 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. અમેરિકા અને ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ઉર્જા સપ્લાય ચેન ખોરવાયેલી છે. જેના કારણે મોંઘવારી વધવાની આશંકા પણ બની રહી છે. વીટી માર્કેટ્સના પ્રિન્સિપલ એાલિસ્ટ ડેનિયલ મંડેના જણાવ્યાં મુજબ ક્રૂડ ઓઈલમાં ભાવ સોનાની ચાલને ફેરફાર કરનારું એક મહત્વનું કારણ છે.
  • ક્રૂડ ઓઈલના ઊંચા ભાવથી મોંઘવારી વધવાની આશંકાને કારણે કેન્દ્રીય બેંક વ્યાજ દરોમાં કાપને લઈને વધુ સતર્ક રહે છે. સોનું વ્યાજ આપતું નથી. આવામાં જ્યારે વ્યાજ દર અને બોન્ડ યીલ્ડ સતત ઊંચા રહે તો સોનામાં રોકાણ આકર્ષક બનતું નથી. બજાર હાલ ફેડરલ રિઝર્વના નિર્ણયની રાહ જોઈ બેઠું છે.
  • અમેરિકી ડોલર મજબૂત થતા સોનાના ભાવ ઉપર દબાણ આવી શકે છે. કારણ કે ડોલરમાં કિંમત નક્કી  થવાના કારણે અન્ય કરન્સીનો ઉપયોગ કરતા લોકો માટે સોનું મોંઘુ બને છે. આ ઉપરાંત અમેરિકી બોન્ડ યીલ્ડ ઊંચા રહેવાથી પણ સોનાના ભાવ પર અસર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *