રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

નવરાત્રિના નવમા નોરતે એટલે કે આસો સુદ નોમની તિથિએ ગાંધીનગરના રૂપાલમાં ફરી એકવાર પલ્લી મેળો ભરાયો હતો, ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ રૂપાલમાં વરદાયિની માતાના મંદિરે પલ્લી દર્શન, પલ્લી મહોત્સવ યોજાયો જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. જગતજનની શ્રી વરદાયિની માતાજીના મંદિરે દર વર્ષની જેમ આજે પરંપરાગત પલ્લી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું.

દેશ-વિદેશમાંથી અંદાજે 10 લાખથી વધુ ભાવિક ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા. મધ્યરાત્રિએ 12 વાગ્યા બાદ પાંચ દિવ્ય જ્યોત ધરાવતી પલ્લી રથ ગામના 27 જેટલા નિશ્ચિત ચોકમાં ભ્રમણે નીકળ્યો હતો. આ ધાર્મિક યાત્રા દરમિયાન ભક્તો પલ્લી પર કરોડોના શુદ્ધ ઘીનો અભિષેક કર્યો હતો. જેનાથી રૂપાલ ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળ્યો હતો.

વર્ષોની પરંપરા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક એવી માતાજીની પલ્લી નીકળતાં જ લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માતાજીના રથ પર કરોડો રૂપિયાના ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. માતાજીના રથના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આસો સુદ નોમને વરદાયિની માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દેશ-વિદેશમાંથી અંદાજીત 10 લાખથી વધુ ભાવિકો માતાજીના આશીર્વાદ માટે પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયાએ પણ દર્શન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *