CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકેને અંતે દિલ્હીની SEM કોર્ટ સમક્ષ હાજર કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે. ન્યાયાલય તરફથી તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે. મળતી સત્તાવાર માહિતી મુજબ, અભિજીત દિપકેએ શાંતિ જાળવવા માટેના એક બોન્ડ પર સહી કરી હતી, ત્યારબાદ પોલીસે તેમને કાયદેસર રીતે મુક્ત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં તેમને SEM કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ‘ફ્લો ધ ત્રિરંગો’ નામના એક મોટા વિરોધ પ્રદર્શનના આયોજન પહેલાં જ શુક્રવારે દિલ્હી પોલીસે અગમચેતીના ભાગરૂપે દિપકેની અટકાયત કરી લીધી હતી. આ અટકાયત બાદ દેશના રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો.