નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ PM મોદીના નામે રખાશે, યોગી સરકારનો મોટો નિર્ણય

ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં સૌથી મોટા ગણાતા નોઈડા સ્થિત ‘જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ’ ને લઈને યોગી સરકારે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. શુક્રવારે યોજાયેલી ઉત્તર પ્રદેશ કેબિનેટની બેઠકમાં આ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે રાખવાના પ્રસ્તાવ પર મંજૂરીની મોહર મારી છે. કેબિનેટ બેઠક બાદ ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પત્રકાર પરિષદ યોજીને આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ચાર તબક્કામાં તૈયાર થઈ રહેલા જેવર એરપોર્ટના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન ચાલુ વર્ષે 28 માર્ચે પીએમ મોદી દ્વારા જ કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટ પૂર્ણ થતાં જ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે. પ્રથમ તબક્કામાં આશરે 3300 એકર જમીન પર રનવે અને ટર્મિનલ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી વાર્ષિક 1.2 કરોડ મુસાફરો મુસાફરી કરી શકશે.