નાના પાટેકરના મૃત્યુમાં ગોવા પોલીસને કેમ ‘અપ્રાકૃતિક મોત’નો મામલો લાગ્યો? મોડી રાતે શાં માટે કરાયા અંતિમ સંસ્કાર

8મી ઓક્ટોબરના રોજ  બોલીવુડથી એવા આઘાતજનક સમાચાર આવ્યા જેણે આખા દેશને હચમચાવી દીધો. દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે 75 વર્ષની ઉંમરે ગોવામાં છેલ્લા શ્વાસ લીધા. દિગ્ગજ અભિનેતાના પુનાા ડોંજે ગામમાં આવેલા તેમના ફાર્મ હાઉસ પર એ જ દિવસે મોડી રાતે પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. હવે આ મામલે ગોવા પોલીસે મેડિકો-લીગલ ‘અપ્રાકૃતિક મોત’નો કેસ દાખલ કરતા ચર્ચા શરૂ થઈ છે.

કેમ અપ્રાકૃતિક મોતનો કેસ દાખલ કરાયો?

  • નાના પાટેકરના મૃત્યુ મામલે ગોવા પોલીસે BNS (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023)ની કલમ 194 હેઠળ કેસ દાખલ કર્યો છે. 
  • ડોક્ટરોના જણાવ્યાં મુજબ જ્યારે નાના પાટેકરને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમનું મોત થઈ ચૂક્યું હતું. 
  • નિયમ મુજબ જ્યારે  કોઈ પણ વ્યક્તિને મૃત અવસ્થામાં હોસ્પિટલ લાવવામાં આવે છે ત્યારે  હોસ્પિટલ પ્રશાસન તરફથી  પોલીસને જાણ કરાય છે અને કાનૂની પ્રક્રિયા હેઠળ તેને મેડિકો-લીગલ કેસ (MLC) તથા અનનેચરલ ડેથ તરીકે નોંધીને પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. 
  • ન્યૂઝ એજન્સી IANS મુજબ ગોવા પોલીસે BNSની કલમ 194 હેઠળ કેસ નોંધ્યો છે અને પીએસઆઈ નીતિન નાઈક તેની તપાસ કરી રહ્યા છે. 
  • પણજીમાં દાખલ થયેલા કેસના રિપોર્ટ મુજબ નાના પાટેકરને ડોના પાઉલા સ્થિત ઓશન પાર્કથી મણિપાલ હોસ્પિટલ બાંબોલિમ લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 
  • પોલીસ મોતના યોગ્ય કારણોની તપાસ માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારના  લોકોના નિવેદનોની તપાસ હાથ ધરશે.

  • મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ સામે  આવશે પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ ડોક્ટરોને આશંકા છે કે કાર્ડિયાક અરેસ્ટથી મોત થયું હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે નાના પાટેકર પહેલેથી જ હ્રદયરોગી હતા અને તેમની સારવાર ચાલુ હતી.

  • મોડી રાતે અંતિમ સંસ્કાર પાછળનું કારણ
  • નાના પાટેકરના પુત્ર મલ્હાર પાટેકરે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં મોડી રાતે અંતિમ સંસ્કાર કરવા પાછળનું કારણ પણ જણાવ્યું. સામાન્ય રીતે સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર કરાતા નથી પરંતુ મલ્હારે કહ્યું કે પરિવાર ગોવામાં હતો અને પાર્થિવ દેહને પુના સ્થિત ગામના ફાર્મ હાઉસ પર લાવવામાં વાર લાગી. નિધન વહેલી સવારે થયું હતું અને ઘણો સમય વીતી ચૂક્યો હતો એટલે પરિવારે ગુરુવારે રાતે જ અંતિમ સંસ્કાર કરી લેવાનો નિર્ણય કર્યો.

શેખર સુમને એક્સ હેન્ડલ પર એક ટ્વીટ દવારા નાના પાટેકરના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો. આ સાથે જ ખુલાસો કર્યો હતો કે તેઓ 7 ઓક્ટોબરે  તેમના શો શેખર ટુ નાઈટમાં સામેલ થવાના હતા. જો કે અભિનેતાએ તેને કેટલાક દિવસો માટે પોસ્ટપોર્ન કર્યુ હતું. શેખર સુમને વધુમા કહ્યું કે કાશ તેમણે આમ ન કર્યું હોત. તો મને તેમને છેલ્લીવાર ભેટવાની તક મળત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *