એશિયન ગેમ્સ-પુરુષ મેરેથોનમાં ભારતને 44 વર્ષ બાદ મેડલ:સાવન બરવાલે સિલ્વર અપાવ્યો

ભારતને એશિયન ગેમ્સની પુરુષ મેરેથોન ઇવેન્ટમાં 44 વર્ષ બાદ મેડલ મળ્યો છે. સાવન બરવાલે 2 કલાક 11 મિનિટ 37 સેકન્ડના સમય સાથે સિલ્વર અપાવ્યો. આ ઇવેન્ટમાં 1982ની દિલ્હી એશિયન ગેમ્સમાં ભારતને બ્રોન્ઝ મળ્યો હતો.

એશિયાડમાં આજે ભારત કબડ્ડીમાં 2 ગોલ્ડ મેડલ જીતી શકે છે. ભારતની મહિલા અને પુરુષ ટીમની ફાઇનલ મેચ ઈરાન સામે થશે. મહિલા ટીમની મેચ સવારે 9:30 વાગ્યે, જ્યારે પુરુષ ટીમનો મુકાબલો બપોરે 2:30 વાગ્યાથી શરૂ થશે.

એથ્લેટિક્સ: અનિમેષ કુજુર 200 મીટરની સેમિફાઇનલમાં

ભારતના અનિમેષ કુજુરે પુરુષોની 200 મીટરની હીટમાં 21.10 સેકન્ડનો સમય નોંધાવી પોતાની હીટ જીતી. આ જીત સાથે તેમણે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું.

ફેન્સિંગ: પુરુષ ટીમ સેબરના ક્વાર્ટર ફાઇનલમાં ભારત હાર્યું

ભારતની પુરુષ સેબર ટીમને ક્વાર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયા સામે 25-45થી હાર મળી. આ સાથે ભારતનું અભિયાન સમાપ્ત થયું. ભારત તરફથી કરણ સિંહ, જીએન કુમારેશન અને વિશાલ થાપરે મુકાબલો રમ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *