નરોડામાં 1.17 કરોડનું હાઈ-પ્રોફાઈલ કોકેઇન જપ્ત, 20 હજાર માટે કોલેજિયન બન્યો પેડલર

અમદાવાદમાં યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફિયાઓ હવે કોલેજના વિદ્યાર્થીઓનો જ ઉપયોગ કરવા લાગ્યા છે. નરોડા પોલીસની સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક શખ્સ નાના ચિલોડા તરફથી નશાકારક પદાર્થ લઈને આવી રહ્યો છે. નરોડા પોલીસની આ બાતમીના આધારે નરોડા પોલીસે નરોડા વિસ્સંતારના જયગાંધીનગર સોસાયટી પાસે વોચ ગોઠવી અને પિસ્તા કલરનું શર્ટ પહેરેલા એક શંકાસ્પદ યુવકને ઊભો રાખવામાં આવ્યો હતો જેની તપાસ કરવા માં આવી હતી ત્યારે યુવકની તલાશી લેતા પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ… યુવક પાસેથી પાસેથી ૨૩૪.૦૧ ગ્રામ હાઈ ક્વોલિટીનું ગેરકાયદેસર કોકેઇન મળી આવ્યું, જેની બજાર કિંમત ૧ કરોડ ૧૭ લાખ ૫૦૦ રૂપિયા આંકવામાં આવી રહી છે

નરોડા પોલીસની પૂછપરછ અને તપાસમાં પકડાયેલા આરોપીનું નામ નરેશ મેઘારામ સૈન હોવાનું સામે આવ્યું છે. જે ૨૨ વર્ષીય નરેશ સૈન મૂળ રાજસ્થાનના જાલોરનો વતની છે અને તે હજુ કોલેજમાં અભ્યાસ કરે છે. નરેશ સૈન પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેને ઉદયપુર બસ સ્ટેન્ડ ખાતે એક અજાણ્યા શખ્સે આ કોકેઇન ભરેલું પાર્સલ આપી ગયો હતો. કોકેઇન ડ્રગ્સની ડિલિવરી અમદાવાદમાં રવિ કુમાર નામના શખ્સને શાહીબાગના નમસ્તે સર્કલ પાસે કરવાની હતી. ત્યારે પેડલર નરેશ સૈન રવીને ડિલીવર કરે એ પહેલાં જ નરોડા પોલીસના હાથે આવી ચઢ્યો હતો. ત્યારે નરોડા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે નરેશ સૈન માત્ર એક ડિલિવરી બોય છે અને નરેશ સૈન ને એક ડિલિવરી કરવાના ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યારે નરેશ સૈન પૈસાની લાલચમાં ડ્રગ્સના મોટા નેટવર્કનો પ્યાદુ બની ગયો છે.

નરોડા પોલીસે આરોપી નરેશ સૈન પાસેથી કોકેઇન, ૧ આઇફોન, ૧ સેમસંગ ફોન, ૮૦૦૦ રોકડા મળી આવ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી નરેશ સૈન પાસેથી પાસપોર્ટ અને નેપાળી કરન્સી ૭ નોટો જપ્ત કરી છે. કુલ ૧ કરોડ ૧૭ લાખ ૨૪ હજાર ૫૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. પાસપોર્ટ અને નેપાળી કરન્સી મળતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ છે કે શું આ કોકેઇનનું કનેક્શન છેક નેપાળ સુધી જોડાયેલું છે? આરોપી નરેશ અગાઉ નેપાળ શા માટે ગયો હતો અને ત્યાં કોને મળ્યો હતો? તે દિશામાં પણ ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

હવે નરોડા પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે ઉદયપુરમાં ડ્રગ્સ આપનાર અજાણ્યો શખ્સ કોણ હતો? અને અમદાવાદમાં ૧.૧૭ કરોડનું કોકેઇન મંગાવનાર રવીકુમાર’ કોણ છે? નરોડા પોલીસને આ રવિ કુમાર અંગે કેટલીક મહત્વની કડીઓ મળી છે અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રવિ કુમારે આ અગાઉ પણ ડ્રગ્સના આવા કન્સાઇન્મેન્ટ મંગાવ્યા છે કે કેમ, તે રવિ પકડાયા બાદ જ વધુ કોકેઇન નો કાળો બાર સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *