નેપાળમાં જળપ્રલયમાં વ્હારે આવ્યું ભારત, તાબડતોબ પહોંચાડી મદદ, બાલેને કહ્યું થેન્ક યુ

નેપાળમાં ગ્લેશિયર તૂટતાં અચાનક આવેલા પુરના કારણે તબાહી મચી ગઇ છે. આ કુદરતી આફતમાં 160 લોકોના મોત થયા છે. 700થી વધુ લોકો ગૂમ છે. ત્યારે આ સંકટના સમયે ભારતે તાબડતોબ નેપાળ માટે સહાય મોકલી છે અને વાયુ સેના નેપાળ પહોંચી છે. નેપાળને રાહતની સામગ્રી પહોંચાડી છે. આ મદદને લઇને પ્રધાનમંત્રી મોદીએ ધન્યવાદ વ્યક્ત કર્યો છે. 

નોંધનિય છે કે, નેપાળમાં ગ્લેશિયર તૂટતાં ભયંકર પુર આવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ કુદરતી આફતમાં 160 લોકોના મોત થયા છે, જ્યારે 700થી વધુ લોકો ગૂમ થયાનો અહેવાલ છે. આ ઘટનાને લઇને  વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિનાશ પર શોક વ્યક્ત કર્યો છે. આ દરમિયાન, નેપાળના વડા પ્રધાને વડા પ્રધાન મોદીનો આભાર માન્યો અને નેપાળને તાબડતોબ મદદ પહોંચાડવા માટે  કામગીરીને બિરદાવી છે.બુધવારે, નેપાળના વડા પ્રધાન બાલેન શાહે પૂરગ્રસ્ત નેપાળને બચાવ અને રાહત કામગીરી માટે શક્ય તમામ મદદ પહોંચાડવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. . વડા પ્રધાન મોદીએ તેમની સાથે ફોન પર વાત  કરી હતી. બાલેન શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “આ મુશ્કેલ સમયમાં નેપાળ પ્રત્યેનું તમારૂં દયાળુ અને ઉદાર વર્તનની અમે દીલથી  ખૂબ પ્રશંસા કરીએ છીએ.”

નેપાળને દરેક સંભવ મદદ માટે ભારત તૈયાર 

નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહે જણાવ્યું કે, “આફતના સમયે આ સહયોહનો ભાગ બંને દેશોની દોસ્તીને વધુને વઘુ ગાઢ બનાવશે.  આ સંબંઘ અમારા માટે મહત્વના બની રહેશે, પ્રધાનમંત્રીએ કહ્યંુ કે,. ફોન પર પીએમ મોદીએ વિનાશ માટે અફસોસ વ્યક્ત કર્યો અને કહ્યું કે ભારત દરેક પ્રકારની મદદ માટે તત્પર છે. હાલ ભારત અને નેપાળની ટીમ બચાવ અને રાહતનું કાર્ય સંયુક્ત રીતે કરી રહી છે. 

અમિત શાહે નેપાળના વિનાશક પૂરને લઇને વ્યક્ત કર્યું દુ:ખ 
અમિત શાહે પણ નેપાળના વિનાશક પુરમાં થયેલી તબાહીને લઇને અફસોસ વ્યક્ત કર્યો છે. અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, “નેપાળમાં આવેલા પૂરની વિભીષિકા અંત્યત દુ:ખદ છે. જે પરિવારે આ આફતમાં પ્રિયજનો ગૂમાવ્યાં છે. તેમની સાથે મારી સંવેદના છે. સંકટની આ ઘડીમાં ભારત સરકાર નેપાળની સાથે ઉભું છે”

નેપાળના રસુવા ક્ષેત્રમાં ભોટેકોશી નદીમાં આવેલા ભયંકર પૂરના કારણે વ્યાપક વિનાશ થયો છે. નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં લગભગ 160 લોકો મૃત્યુ પામ્યા છે અને 700થી વધુ લોકો ગુમ થયા છે જેમાં 133 ભારતીયો સામેલ છે. પૂરના કારણે ઘણા વિસ્તારોમાં પરિવહન અને સંદેશાવ્યવહાર માળખાને ભારે અસર થઈ છે. સરકારી આંકડાઓ અનુસાર, 35 પુલ અને 45 ઝૂલતા પુલ ધોવાઈ ગયા છે, જેના કારણે ઘણા વિસ્તારોનો સંપર્ક ખોરવાઈ ગયો છે. 13 જળવિદ્યુત પ્રોજેક્ટ્સને નુકસાન થયું છે અને ઘણા વાહનો જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા છે. નેપાળ સેનાએ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 250થી વધુ લોકોને બચાવ્યા છે. નેપાળમાં હજુ પણ ઘણા લોકો ગુમ છે, જેમાં 139 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *