હવે છોતરાં કાઢશે ગુજરાતમાં વરસાદ! સોમવારથી ફરી જામશે માહોલ; આ વિસ્તારોમાં અંબાલાલની તારીખ સાથેની ભયાનક આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 23 થી 31 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી પ્રવૃત્તિઓ વેગ પકડશે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને 24 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વિશેષ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ (જેમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે) સક્રિય છે. આ સિસ્ટમની અસરના કારણે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, તારીખ 23થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે ઝાપટાં પડવાની સંભાવના છે. હાલમાં મિશો વેવ સક્રિય ન હોવા છતાં અને પેસિફિક મહાસાગરની સિસ્ટમો બંગાળની ખાડીનો ભેજ ખેંચતી હોવા છતાં સ્થાનિક પરિબળોથી ફેરફારો જોવા મળશે. ખાસ કરીને, જાપાન અને દક્ષિણ ચીનની સિસ્ટમોના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવવાથી તારીખ 26 ઓગસ્ટથી બંગાળની ખાડી વધુ સક્રિય બનશે, જેનાથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. તારીખ 6 થી 10 સપ્ટેમ્બરે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. તારીખ 12 સપ્ટેમ્બર પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમો સક્રિય થવાથી રાજ્યના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. તારીખ 23 સપ્ટેમ્બર બાદ તાપમાનમાં વધારો થવાથી લો પ્રેશર સર્જાશે, જેને લીધે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *