પોલીસ ચોકી સામે જ હત્યા, રાણીપમાં RTO ચાર રસ્તા નજીક યુવક પર છરી વડે હુમલો

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા RTO ચાર રસ્તા નજીક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકની ઓળખ અજય સાલ્વી તરીકે થઈ છે.

મળતી માહિતી અનુસાર, હત્યાની આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે હુમલાખોરોએ પોલીસ ચોકીની સામે જ યુવક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. જાહેર રસ્તા પર અને પોલીસ ચોકીની સામે જ બનેલી આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થયા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ હત્યા પાછળ જૂની અંગત અદાવત જવાબદાર હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. કોઈ જૂના ઝઘડા કે મનદુઃખને કારણે આરોપીઓએ અજય સાલ્વી પર છરા વડે સખત ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *