PM મોદીને આપી હતી ગાળો, હવે હાથ જોડીને માંગી માફી, કહ્યું- પ્લીઝ માફ કરી દો

જંતર મંતર પર નીટ પેપર લીક વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પીએમ મોદીને લઈને આપત્તિજનક અને વિવાદિત ટિપ્પણીઓ કરનારી છોકરીનો હવે માફી માંગતો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેણે કહ્યું કે મે જે પણ કઈ  કર્યું તે માફી લાયક નહતું…મને એટલી શરમ આવી રહી છે કે હું નજર પણ ઊંચી કરી શકતી નથી. છોકરી બે હાથ જોડીને પોતાના કર્યા પર પસ્તાતી જોવા મળી રહી છે અને દેશ પાસે માફી માંગી રહી છે. છોકરીએ સ્વીકાર્યું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન ઉગ્ર માહોલ અને ત્યાં હાજર ભીડના પ્રભાવમાં આવીને તેની સમજવાની-વિચારવાની ક્ષમતા પ્રભાવિત થઈ હતી. 

પોતાની ભૂલ સ્વીકારતા તેણે કહ્યું કે, “હું મારા મિત્રો સાથે કનોટ પ્લેસ ગઈ હતી. ત્યાં વિદ્યાર્થીઓનું આંદોલન ચાલતું હતું. ત્યાં અનેક લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાળો બોલતા હતા. તે લોકોના પ્રભાવમાં આવીને મે પણ ખોટા શબ્દોનો પ્રયોગ કર્યો.”

છોકરીએ વીડિયોમાં વધુમાં કહ્યું કે “હું ફક્ત 15 વર્ષની છું. મે જે પણ કઈ કર્યું તે માફી લાયક નહતું. મે ખુબ જ ખરાબ વાતો કરી. આ મારી પહેલી અને છેલ્લી ભૂલ છે. હું આખા દેશ અને પ્રધાનમંત્રીજી પાસે માફી માંગુ છું. મને એટલી  શરમ આવી રહી છે કે હું નજર ઊંચી કરી શકતી નથી. પ્લીઝ મને માફ કરી દો.”

અત્રે જણાવવાનું કે પીએમ મોદીનો ગાળાગાળી કરનારાઓને માફી આપવાનો જે વીડિયો સામે આવ્યો તેના ગણતરીના કલાકોમાં આ વીડિયો સામે આવ્યો છે. પીએમ મોદીએ વીડિયોમમાં તેમને ગાળો બોલતા બાળકોને માફ કરવાની વાત કરી હતી તેમણે કહ્યું હતું કે આ ગુમરાહ થયેલા  બાળકો છે, તેમને રસ્તો દેખાડવો એ જ અમારું કામ છે. પીએમ મોદીનો આ વીડિયો સામે આવ્યાના ગણતરીના કલાકોમાં છોકરીએ માફી માંગી. 

નોઈડા પોલીસે નોંધી હતી ઝીરો એફઆઈઆર
વાત જાણે એમ છે કે આ વિવાદની શરૂઆત  ત્યારે થઈ જ્યારે જંતર મંતર પર પ્રદર્શન દરમિયાન એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે પીએમ મોદી માટે અપશબ્દો અને ગાળો બોલતી જોવા મળી હતી. આ મામલાની ગંભીરતા જોતા નોઈડા પોલીસે ઝીરો એફઆઈઆર નોંધી હતી. 

આ મામલો જંતર મંતરનો હતો આથી બાદમાં આ મામલાની તપાસ નવી દિલ્હીના પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરાઈ હતી. ફરિયાદ  કરનારનો એવો તર્ક હતો કે જાહેર સ્થળો પર ઉપયોગમાં લેવાયેલી આવી ભાષાથી બંધારણીય પદની ગરિમાને ઠેસ પહોંચી છે અને તેનાથી શાંતિ વ્યવસ્થા પ્રભાવિત થઈ શકતી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *