સ્માર્ટ સિટી અમદાવાદમાં વિકાસની પોલ ખોલતો વરસાદ: 4 દિવસ પછી પણ બોપલ, શેલા અને ઘુમામાં ઘૂંટણસમા પાણી

અમદાવાદ સ્માર્ટ સિટી બનવાની દોડમાં છે…કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ બની રહ્યા છે…ઊંચી ઊંચી ઈમારતો ઉભી થઈ રહી છે….પરંતુ પ્રથમ વરસાદે જ વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી….કેમ કે ચાર દિવસ પહેલાં પડેલા વરસાદ બાદ પણ આજે બોપલ, શેલા અને ઘુમા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે…..જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે… કરોડો રૂપિયાના બંગલાઓમાં પાણી ભરાયા છે..ઘરવખરીનો સામાન બગડી ગયો… ત્યારે બોપલ, શેલા અને ઘુમા વિસ્તારની આજે શું છે સ્થિતિ…જોઈએ આ ખાસ અહેવાલમાં…
ચાર દિવસ વીતી ગયા… પરંતુ વરસાદી પાણી હજુ પણ જાણે અહીં જ પડાવ નાખીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના ઝડપથી વિકસતા બોપલ, શેલા અને ઘુમા અને શિલજ વિસ્તાર આજે પણ પાણીમાં ગરકાવ છે… રસ્તાઓ પર પાણી છે… સોસાયટીઓમાં પાણી છે…બંગલાઓમાં પાણી છે…અને લોકોના રોજિંદા જીવનમાં પણ હવે પાણી જ પાણી છે…બોપલમાં આવેલી શુભ સોસાયટીમાં ઘૂંટણ સમા પાણીથી લોકો પરેશાન થઈ ગયા છે.સૌથી ચિંતાજનક સ્થિતિ તો આયુષ્માન હોસ્પિટલની છે…..હોસ્પિટલના કેમ્પસમાં હજુ પણ ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે…જ્યાં દર્દીઓને સારવાર મળવી જોઈએ… ત્યાં પાણીના કારણે એમ્બ્યુલન્સને પણ મુશ્કેલી પડી રહી છે…હાલ સાઉથ બોપલ અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટરો, નર્સિગ સ્ટાફ હોસ્પિટલમાં જઈ શકતા નથી…..જો કે ચાર દિવસ બાદ પણ તંત્રએ પાણી નિકાળવાની કોઈ વ્યવસ્થા કરી નથી..
વહેલી સવારે પડેલા સામાન્ય વરસાદથી SG હાઈવે પર થલતેજ પાસે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા….રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા અમદાવાદ મહાનગરપાલિકાની બસ ખોટવાઈ ગઈ હતી….તો અનેક વાહનો બંઘ પડી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો…..
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં પણ આ સમસ્યા છે. જ્યાં પણ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે…..વરસાદી પાણી ઝડપથી ઓસરે તેવી અમદાવાદ મહાનગરપાલિકાએ કોઈ વ્યવસ્થા કરી નથી….જેના કારણે છેલ્લા પાંચ દિવસથી અમદાવાદીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે….સ્માર્ટ સિટીનું સપનું…આધુનિક રસ્તાઓ…મોટી મોટી ઈમારતો…અને કરોડો રૂપિયાના વિકાસના દાવાઓ…”ચાર દિવસ પછી પણ જો પાણી ન ઉતરે… તો એ માત્ર વરસાદની નહીં, પરંતુ વ્યવસ્થા તંત્રની નિષ્ફળતાની કહાની છે.
હવે નજર એ પર છે કે તંત્ર જવાબદારી સ્વીકારી ઉકેલ લાવે છે… કે પછી આગામી વરસાદે ફરી વિકાસના દાવાઓને પાણીમાં વહાવી દેશે.”