મીરાબાઈ ચાનુએ ભારતને કોમનવેલ્થ ગેમ્સનો પહેલો ગોલ્ડ અપાવ્યો:વેટલિફ્ટિંગમાં 190 KG વજન ઊંચક્યું

મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેમણે વિમેન્સ 48 kg વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં 190 kg (85 kg સ્નેચ + 105 kg ક્લીન એન્ડ જર્ક) વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવતા ગોલ્ડ પોતાના નામે કર્યો.

ભારત પાસે હવે 3 મેડલ (1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ) છે. આ પહેલા રવિવારે ઋષિકાંત સિંહે મેન્સ 60 kgમાં 264 kg (121+143) વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે, શુક્રવારે ઝંડુ કુમારે પેરા પાવરલિફ્ટિંગમાં બ્રોન્ઝ અપાવીને ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો.

ભારત હવે મેડલ ટેલીમાં સાતમા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા 12 ગોલ્ડ સહિત 24 મેડલ સાથે ટોચ પર છે.

આ ઋષિકાંત સિંહની બીજી કોમનવેલ્થ ગેમ્સ છે. આ પહેલા તેમણે બર્મિંગહામ 2022માં 55kg કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગ્લાસગોમાં તેઓ પહેલીવાર 60kg કેટેગરીમાં ઉતર્યા. તેઓ વર્તમાન કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના ચેમ્પિયન પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *