આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાઈ શકે છે પવન

ઉત્તર પ્રદેશ, બિહાર સહિત કેટલાક રાજ્યોમાં ચોમાસાની દસ્તક થઈ ચૂકી છે. આવામાં હવામાન વિભાગે ફરી એકવાર દેશના 16 રાજ્યોમાં આજે ધોધમાર વરસાદ સાથે વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 50 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. કેટલીક જગ્યાએ વીજળી પડવાની પણ શક્યતા છે. ચોમાસાના વરસાદ વચ્ચે જો તમે ક્યાંય ટ્રાવેલ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો વેધર અપડેટની માહિતી ચોક્કસથી મેળવી લો.
IMD ના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેની સાથે જોડાયેલા ઉત્તરી ઓડિશા-પશ્ચિમ બંગાળ તટ પર લો પ્રેશર એરિયા (ઓછા દબાણનું ક્ષેત્ર) સર્જાયું છે. તેની અસરથી આગામી 5 થી 6 દિવસ સુધી દેશના મધ્ય ભાગોમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશના બાકીના ભાગો, હરિયાણા અને પંજાબ તેમજ રાજસ્થાનના કેટલાક વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તરી ઓડિશા-પશ્ચિમ બંગાળ તટો પર લો પ્રેશર સર્જાયું છે. જેના પરિણામે, આગામી 5-6 દિવસ સુધી દેશના મધ્ય ભાગોમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે. 2 થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત ક્ષેત્ર અને કોંકણમાં, 2 થી 4 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં, 3 અને 4 જુલાઈ એ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઓડિશામાં અને 3 થી 5 જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં કોઈ-કોઈ જગ્યાએ અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.