ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ; માંગરોળમાં સૌથી વધુ 12.64 ઈંચ વરસ્યો

ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે, જ્યારે નદીઓ અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 10 તાલુકાઓમાં 5 થી 12.64 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે 36 તાલુકાઓમાં દોઢથી પાંચ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 12.64 ઈંચ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં 12.36 ઈંચ વરસાદ વરસ્યો છે. કેશોદમાં 10.94 ઈંચ અને પાટણ-વેરાવળમાં 10.08 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માળિયા હાટીનામાં 9.13 ઈંચ, માણાવદરમાં 9.06 ઈંચ અને મહેસાણાના કડીમાં 8.86 ઈંચ વરસાદ નોંધાયો છે. જામજોધપુરમાં 7.05 ઈંચ, કોડીનારમાં 5.98 ઈંચ અને કુતિયાણામાં 5.79 ઈંચ વરસાદ ખાબક્યો છે.

મધ્યમથી ભારે વરસાદ ધરાવતા તાલુકાઓમાં વિસાવદર ખાતે 4.06 ઈંચ, વલસાડ અને વંથલીમાં 3.98 ઈંચ, ઓલપાડમાં 3.78 ઈંચ, ઉપલેટામાં 3.58 ઈંચ અને ઉમરગામમાં 3.50 ઈંચ વરસાદ નોંધાયો છે.  પારડીમાં 3.39 ઈંચ, તાલાલામાં 3.31 ઈંચ, ખેરગામ અને શિનોરમાં 2.95 ઈંચ, વીજાપુરમાં 2.95 ઈંચ તેમજ ધોરાજીમાં 2.76 ઈંચ વરસાદ વરસ્યો છે. ચીખલી અને ગરબાડામાં 2.68 ઈંચ, ધરમપુરમાં 2.60 ઈંચ અને જૂનાગઢ શહેરમાં 2.48 ઈંચ વરસાદ નોંધાયો છે.  વાપી અને હાંસોટમાં 2.40 ઈંચ, મેંદરડામાં 2.24 ઈંચ, બાયડમાં 2.09 ઈંચ તેમજ વિરપુરમાં 2.05 ઈંચ વરસાદ વરસ્યો છે. અંબિકા વિસ્તારમાં 1.93 ઈંચ અને અન્ય એક માંગરોળ વિસ્તારમાં 1.85 ઈંચ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *