ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ

ખેડા જિલ્લાના કપડવંજ નજીક આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આખી બળીને ખાક થઈ ગઈ છે. તેમજ બ્લાસ્ટના કારણે 6 લોકોને ગંભિર રીતે ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ અને રાહત કામગીરી માટે JCB મશીનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ બ્લાસ્ટ સમયે ફેક્ટરીમાં અંદાજે 17 લોકો કામ કરી રહ્યા હતા. ઘટનામાં 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *