25 નહીં, હવે માત્ર 15 % ટેરિફ, ટ્રમ્પે ઓચિંતો ટેરિફ ઘટાડતા આ સેક્ટર્સની બલ્લે-બલ્લે

ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે, જેમાં કેટલાક સામાન પર ટેરિફ ઘટાડ્યો છે. તેમણે કૃષિ અને ઔદ્યોગિક સાધનો પર અમેરિકાએ ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો છે.
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ઘટાડાની જાહેરાત કરી છે. આ ટેરિફ ઘટાડા પસંદગીના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક સાધનો પર કરવામાં આવ્યા છે. અગાઉ યુએસએ આ માલ પર 25% ટેરિફ લાદ્યો હતો, જેને ટ્રમ્પે ઘટાડીને 15% કરવાની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા કૃષિ અને ઔદ્યોગિક સાધનોની એક વિસ્તૃત રેંજ પર કામચલાઉ ટેરિફ ઘટાડો ડિસેમ્બર 2027 સુધી અમલમાં રહેશે.
અમેરિકા દ્વારા આ નિર્ણય રોકાણને પ્રોત્સાહન આપવા અને યુએસ અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોને સમર્થન આપવા માટે લેવામાં આવ્યો છે. આ સસ્તી આયાત તેમજ અમેરિકન સ્ટીલ અને એલ્યુમિનિયમના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપશે.
અહેવાલો અનુસાર અમેરિકા તરફથી આ ટેરિફ ઘટાડાનો લાભ એવા દેશોને આપવામાં આવ્યો છે જેમની સાથે અમેરિકાનો વેપાર કરાર છે. આનો અર્થ એ થયો કે અમેરિકાના વેપાર કરાર હેઠળ આવતા દેશોમાંથી આયાત કરાયેલા બુલડોઝર, ફોર્કલિફ્ટ અને સમાન ઔદ્યોગિક મશીનરી અને કૃષિ સાધનો પર હવે 15% ટેરિફ લાગશે, જે પહેલા 25% હતો. તમને જણાવી દઇએ કે આનો ફાયદો ભારતને મળતો નજર નથી આવતો, કારણ કે અમેરિકા-ઈરાન વેપાર કરાર હજુ સુધી ફાઇનલ ડીલ થઇ નથી.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://દ્વારકાધીશ જગત મંદિરમાં આરતીના ટાઈમમાં ફેરફાર, જાણો કેટલા વાગ્યે થશે મંગળા આરતી