શું દેશમાં લાગશે લૉકડાઉન? PM મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ પર પેટ્રોલિયમ મંત્રીની પ્રતિક્રિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાન યુદ્ધ વચ્ચે દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે વર્ક ફ્રોમ હોમ અપનાવવાની અપીલ કરી છે. દેશનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની સ્થિતિને લઈને લોકોની ચિંતા વધી ગઈ છે. આ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલય હરદીપ સિંહ પુરીએ મંગળવારે આશ્વાસન આપ્યું કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી. તેમણે કહ્યું કે દેશમાં હાલ લોકડાઉન લગાવવાની કોઈ યોજના નથી. તેમણે સાથે કહ્યું કે પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે સરકારે એલપીજી ઉત્પાદનને 35,000-36,000 ટન પ્રતિ દિવસથી વધારી 54000 ટન પ્રતિ દિવસ કરી દીધું છે.
ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ) ના વાર્ષિક વેપાર સંમેલનમાં પુરીએ કહ્યુ કે એલપીજીની સપ્લાયમાં કોઈ સમસ્યા નથી. દેશની પાસે 69 દિવસનો કાચા તેલ તથા એલએનજી તથા 45 દિવસનો એલપીજી ભંડાર ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વચ્ચે એલપીજી ઉત્પાદનને 35,000-36,000 ટન પ્રતિ દિવસથી વધારી 54000 ટન પ્રતિ દિવસ કરી દેવામાં આવ્યું છે.પ્રધાનમંત્રી મોદીની અપીલ
પુરીએ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કરકસરનાં પગલાં અપનાવવાની અપીલને સાવચેતીના સંકેતના રૂપમાં લેવી જોઈએ અને પશ્ચિમ એશિયા સંઘર્ષથી ઉભા થયેલા રાજકોષીય દબાવને ઘટાડવાના ઉપાયો પર વિચાર શરૂ કરવો જોઈએ. તેમણે કહ્યું કે પીએમ મોદીની કરકસરની અપીલ પશ્ચિમ એશિયાથી ઉભા થયેલા રાજકોષીય દબાવને ઘટાડવાના ઉપાયો પર વિચાર શરૂ કરવાનો સંકેત છે.
પીએમ મોદીએ રવિવારે કહ્યુ હતું કે સરકાર લોકોને પશ્ચિમ એશિયા સંકટના પ્રતિકૂળ પ્રભાવથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ, સોનાની ખરીદી ટાળવા તથા વિદેશ યાત્રાઓને સ્થગિત કરવા જેવા પગલાં ભરવાની જરૂર છે, જેથી અર્થવ્યવસ્થા મજબૂત થઈ શકે. પ્રધાનમંત્રીએ 24 કલાકમાં બે વખત દેશવાસીઓને આવી અપીલ કરી છે. ઈરાન યુદ્ધને કારણે દુનિયામાં ક્રૂડની સપ્લાયમાં સમસ્યા થવાથી તેની કિંમતમાં ખુબ વધારો થયો છે.
મોદીએ દેશવાસીઓને ફ્યુલ બચાવવા માટે વર્ક ફ્રોમ હોમ કરવાની અપીલ કરી છે.
તેનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની સ્થિતિને લઈને સામાન્ય લોકોની ચિંતા વધી ગઈ છે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યુ કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી.
એલપીજી ઉત્પાદન 36000 ટનથી વધી 54000 ટન પ્રતિદિન કરી દેવામાં આવ્યું છે.
સોનાની ખરીદી
હૈદરાબાદમાં એક રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, શહેરોમાં મેટ્રોનો ઉપયોગ વધારવા, કારપૂલિંગ અપનાવવા, ઈલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ કરવા, પાર્સલ પરિવહન માટે રેલવે સેવાનો ઉપયોગ કરવા અને વર્ક ફ્રોમ હોમ અપનાવવાની સલાહ આપી હતી, જેથી વિદેશી મુદ્રા ભંડારને બચાવી શકાય. સંકટ વચ્ચે વિદેશી મુદ્રા સંરક્ષણની જરૂરિયાત પર ભાર આપતા પીએમ મોદીએ એક વર્ષ માટે સોનાની ખરીદી અને વિદેશી યાત્રાઓ ટાળવાનું પણ આહ્વાન કર્યું હતું.