ચંદ્રનાથ રથથી કોને હતો ડર? તે કયા દસ્તાવેજો હતા જેનાથી ખૂલી જાત તૃણમૂલ કોંગ્રેસની પોલ પટ્ટી?

પશ્ચિમ બંગાળમાં ભાજપા સરકાર બનવા જઈ રહી છે. તેના પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. સુવેન્દુ અધિકારીના પીએની હત્યા બાદ રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે. પૂર્વ મેદિનીપુરના ચંડીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલુપ ગામના રહેવાસી ચંદ્રનાથ રથ છેલ્લા ઘણા વર્ષોથી વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીના અંગત સહાયક તરીકે કામ કરતા હતા. તેમની હત્યા બાદ અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને દાવાઓ કરવામાં આવી રહ્યા છે.પરિવારના સૂત્રો મુજબ, ચંદ્રનાથ રથ પહેલા ભારતીય વાયુસેના (IAF) માં કાર્યરત હતા. બાદમાં નોકરી છોડીને તેઓ સુવેન્દુ અધિકારી સાથે જોડાયા હતા અને તેમના વિવિધ સંગઠનાત્મક તથા વ્યક્તિગત કાર્યોની જવાબદારી સંભાળતા હતા. તેમના પરિવારમાં માતા, ભાઈ, ભાભી અને એક નાની ભત્રીજી છે. તેમના પિતાનું અવસાન વર્ષ 2024માં થયું હતું. હાલમાં તેમની 69 વર્ષીય માતા હાસીરાની રથ ઊંડા આઘાતમાં છે. પરિવારનો દાવો છે કે કામની સરળતા માટે ચંદ્રનાથ છેલ્લા કેટલાક સમયથી મધ્યમગ્રામમાં ભાડાના મકાનમાં રહેતા હતા.

અનેક નેતાઓની વધી શકે તેમ હતી મુશ્કેલીઓ…!
ઘટના બાદ ચંદ્રનાથના પરિવાર અને નજીકના લોકો દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તેમનો દાવો છે કે સુવેન્દુ અધિકારી સાથે કામ કરવા દરમિયાન, તૃણમૂલ સરકારના સમયમાં થયેલી ખનિજ ચોરી સહિતની અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મહત્વના દસ્તાવેજો ચંદ્રનાથ પાસે હતા. એવો આરોપ છે કે જો આ દસ્તાવેજો સાર્વજનિક થયા હોત, તો અનેક પ્રભાવશાળી નેતાઓ અને ગુનેગારોની મુશ્કેલીઓ વધી શકી હોત.પુરાવાનો નાશ કરવા માટે હત્યા
પરિવાર અને નજીકના લોકોનો પ્રારંભિક આરોપ છે કે પુરાવા નષ્ટ કરવાના હેતુથી જ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે. જોકે, પોલીસ આ મામલે અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે. હવે સૌની નજર એ વાત પર છે કે તપાસમાં કયું અસલી રહસ્ય બહાર આવે છે.

બનાવવામાં આવી SIT ટીમ
આ હાઈ-પ્રોફાઈલ હત્યાકાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. IG સ્તરના અધિકારી આ SITનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં અલગ-અલગ વિસ્તારના પોલીસ અધિકારીઓ સામેલ છે. પોલીસનું કહેવું છે કે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે, પરંતુ મુખ્ય શૂટર્સ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *