“અમે ચૂંટણી હાર્યા નથી; હું રાજભવન જઈને રાજીનામું આપીશ નહીંઃ મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે તેઓ ચૂંટણી હાર્યા નથી, પરંતુ 100 સીટો પર મતની લૂંટ થઈ છે. મમતા બેનર્જીએ કહ્યું કે અમારી લડાઈ માત્ર BJP સાથે નહોતો, અમારે ચૂંટણી પંચ સામે પણ લડાનું હતું. તેમણે ઈવીએમ સાથે છેડછાડના આરોપમાં અમારા પર દરોડા પાડ્યા અને અમને અરેસ્ટ કર્યાં. ચૂંટણી બાદ EVM મશીનો પર ચાર્જ લગાવવામાં આવ્યા. બે ફેઝમાં ચૂંટણી થયા બાદ તેમણે અમારા લોકોની ધરપકડ કરવાની શરૂ કરી અને અધિકારીઓની બદલી કરવાનું શરૂ કર્યું. તેઓ પોતાની પાર્ટીના અધિકારીઓ લાવ્યા. મમતા બેનર્જીએ કહ્યું કે ચૂંટણી પંચનું વલણ પક્ષપાતપૂર્ણ હતું. પ્રજાતંત્રની હત્યા કરવામાં આવી છે. મમતા બેનર્જીએ સ્પષ્ટ કહ્યું કે તેઓ ચૂંટણી હાર્યા નથી. તેઓ રસ્તા પર હતા અને રસ્તા પર રહેશે. તેઓ રાજભવન જઈને રાજીનાનું આપશે નહીં.
તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનના નેતા અમારી સાથે છે. અમે લડાઈ લડીસું. આ લોકતંત્રની હત્યા છે. આ રીતે તેઓ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી જીત્યા, પરંતુ અમે ટાઇગરની જેમ લડાઈ લડી છે.
મતગણતરી સેન્ટરને હાઈજેક કરવામાં આવ્યા
તેમણે કહ્યું કે અમે લોકોએ નિર્ણય કર્યો છે કે અમે કાર્યવાહી કરીશું. આ વિશે બાદમાં રણનીતિનો ખુલાસો કરીશું. અમે લોકો 10 સભ્યો સાથે એક ફાઇડિંગ કમિટીની રચના કરીશું. તે વિવિધ વિસ્તારમાં જશે અને પ્રવાસ કરશે. મમતા બેનર્જીએ કહ્યું કે અમારા કાર્યાલય પર કબજો કરવામાં આવ્યો. અમારા પાર્ટી કાર્યકર્તાઓ પર અત્યાચાર શરૂ થયા છે.
તેમણે કહ્યું કે કાલે જે થયું તે કાળો ઈતિહાસ છે. ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે પક્ષપાતપૂર્ણ છે. તેઓ દિલ્હીના નેતૃત્વમાં કામ કરે છે અને તેમણે કાઉન્ટિંગ સેન્ટરને હાઈજેક કર્યાં હતા.