બંગાળમાં નવી ભાજપ સરકારના શપથગ્રહણની તારીખ આવી સામે, કોણ બનશે મુખ્યમંત્રી?

 પશ્ચિમ બંગાળમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા જોરદાર જનસમર્થન બાદ હવે રાજ્યમાં નવી સરકાર રચવાની પ્રક્રિયા તેજ બની ગઈ છે. વાસ્તવમાં ભાજપ દ્વારા હવે શપથવિધિ સમારોહ માટે 9 મેની તારીખ નક્કી કરવામાં આવી છે, જે ખાસ વાત એ છે કે, આ દિવસ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ તરીકે પણ ઉજવાય છે. આ કારણે આ દિવસને પ્રતિકાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

રાજ્ય ભાજપ અધ્યક્ષ દ્વારા આ જાહેરાત બાદ રાજકીય હલચલ તેજ થઈ છે. જોકે, અત્યાર સુધી સૌથી મોટો પ્રશ્ન એ છે કે પશ્ચિમ બંગાળના આગામી મુખ્યમંત્રી તરીકે કોણ શપથ લેશે. આ રેસમાં સૌથી આગળ નામ સુવેન્દુ અધિકારીનું માનવામાં આવી રહ્યું છે, જેમણે અગાઉના રાજકીય મુકાબલામાં મમતા બેનરજી સામે નોંધપાત્ર જીત મેળવી હતી. તેમના અનુભવ અને રાજકીય પ્રભાવને ધ્યાનમાં રાખીને તેમને મુખ્યમંત્રી પદના મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે.સાથે સાથે, અન્ય નેતાઓ જેમ કે દિલીપ ઘોષ અને ઉત્પલ મહારાજના નામો પણ ચર્ચામાં છે. અંતિમ નિર્ણય પાર્ટીની ટોચની નેતાગીરી દ્વારા લેવામાં આવશે, જેમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ જેવા દિગ્ગજોની મહત્વની ભૂમિકા રહેશે. સૂત્રો મુજબ રાજ્યના કેટલાક મુખ્ય નેતાઓને દિલ્હી બોલાવવામાં આવી શકે છે, જ્યાં ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર અંતિમ મુદ્રાંકન કરવામાં આવશે.

આ બેઠકમાં રાજ્યના ધારાસભ્યો તથા કેન્દ્રીય નિરીક્ષકોના સૂચનોને પણ મહત્વ આપવામાં આવશે. હાલ માટે સમગ્ર રાજકીય દ્રશ્ય ઉત્સુકતા ભરેલું છે, કારણ કે 9 મેના રોજ માત્ર શપથવિધિ જ નહીં, પરંતુ નવા નેતૃત્વના નામની પણ જાહેરાત થવાની સંભાવના છે.

પંજાબમાં AAP સરકાર હવે ગણતરીના મહિનાઓ જ મહેમાન – https://www.instagram.com/reel/DX9Ff3FTqot/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://આવતીકાલે ધોરણ 10નું પરિણામ થશે જાહેર, જાણો કેવી રીતે જોઈ શકાશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *