ગંગોત્રીથી ગંગાસાગરઃ ભાજપ પર ગંગામૈયાના આશીર્વાદ, જ્યાં જ્યાં ગંગા, ત્યાં ત્યાં ભાજપ, બંગાળવિજયમાં ગુજરાતનો સિંહફાળો

પશ્ચિમ બંગાળમાં ભાજપે ચૂંટણી જીતને એક સાથે અનેક રેકોર્ડ તોડી દીધા છે. ભાજપને પહેલીવાર એ પશ્ચિમ બંગાળમાં જીત મળી છે, જયાં જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીએ પાયો નાંખ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી ખુદ 2014 બાદ અનેકવાર બંગાળમાં જીતવાનું સપનું વ્યક્ત કરી ચૂક્યા છે. સંઘ પરિવારથી લઈને ભાજપા સુધીએ તમામ બંગાળમાં પ્રયાસો કર્યા હતા. આવામાં સંઘના વિચાર પરિવાર અને ભાજપા માટે બંગાળની જીત બુસ્ટર ડોઝ બની છે. તેને ભાજપની જીતની ગંગાસાગર એક્સપ્રેસ કહી શકાય છે. આ જીતે ભાજપની સત્તાને ગંગોત્રીથી ગંગાસાગર સુધી સ્થાપિત કરી દીધી છે.
2014 ની ચૂંટણીના સમયમાં નરેન્દ્ર મોદીએ વારાણસીથી કહ્યું હતું કે, ન તો મને કોઈએ મોકલ્યો છે, ન તો હું અહી આવ્યો છું, મને તો ગંગાએ બોલાવ્યો છે. 12 વર્ષ બાદ ગંગા દેશના જે જે રાજ્યોમાંથી પસાર થાય છે. તેમાંથી એકને છોડીને હવે તમામ જગ્યાઓ પર ભાજપ સત્તામાં છે. 4 મે, સોમવારના રોજ પશ્ચિમ બંગાળથી લઈને આસામ સુધી જ્યાં જ્યાંથી ચૂંટણી પરિણામો આવી રહ્યાં છે, તેમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતી દેખાઈ રહી છે. ગંગોત્રી (ઉત્તરાખંડ) થી શરૂ થઈને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ બાદ હવે બંગાળ (ગંગાસાગર) સુધી ગંગાના પૂરા પથ પર કેસરિયો રંગ રંગાયો છે. પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક પરિણામોએ ગંગાસાગરને ભગવામય બનાવી દીધો છે. જેમાં ગંગાા ઉદગમથી લઈને સંગમ સુધી હવે એક જ વિચારધારાનું શાસન છે. આ માત્ર કોઈ રાજકીય જીત નથી, પરંતું કરોડો ભારતીયોની આસ્થા અને વિશ્વાસનું પ્રતિબિંબ છે.
પ્યોર ભાજપ સરકારની સરકાર ક્યાં છે?
1. ગુજરાત
2. ઉત્તર પ્રદેશ
3. મધ્ય પ્રદેશ
4. રાજસ્થાન
5. છત્તીસગઢ
6. હરિયાણા
7. ઉત્તરાખંડ
8. ગોવા
9. ઓડિશા
10. અરુણાચલ પ્રદેશ
11. દિલ્લી
12. પશ્ચિમ બંગાળ

NDA ભાજપ ગઠબંધની સરકાર ક્યાં ક્યાં છે
1. મહારાષ્ટ્ર (BJP + શિંદે શિવસેના + NCP જૂથ)
2. બિહાર (BJP + JDU)
3. આસામ (BJP + allies)
4. ત્રિપુરા (BJP + allies)
5. મણિપુર (NDA coalition)
6. નાગાલેન્ડ (coalition government with BJP influence)
7. મેઘાલય (coalition/NDA support)
8. આંધ્ર પ્રદેશ (TDP + Jana Sena + BJP alliance – NDA framework)
9. પુડુચેરી-
10. સિક્કિમ- SKM- પ્રેમસિંહ તમાંગ CM
આ રાજયોમાં ભાજપ સરકારમાં નથી
1. કેરળ – Left Front
2. તમિલનાડુ – DMK
3. કર્ણાટક – Congress
4. પંજાબ – AAP
5. ઝારખંડ – JMM + Congress
6. જમ્મુ કાશ્મીર- NC- ઓમર અબ્દુલ્લાહ
7. હિમાચલ પ્રદેશ- કોંગ્રેસ- સુખવિંદર સુખ્ખુ
8. તેલંગાણા- કોંગ્રેસ- રેવંત રેડ્ડી
9. મિઝોરમ- ZPM- લાલદુહોમા સીએમ
ગંગોત્રીવાળા રાજ્યોમાં ભાજપીય સરકાર છે. ઉત્તરાખંડમાં ભાજપની સરકાર છે. તેના બાદ હરિદ્વારથી નીકળીને યુપીમાં પ્રવેશ કરનારી ગંગા જ્યારે બિહારમાં પહોંચે છે, તો ત્યા પણ ભાજપના મુખ્યમંત્રી છે. ઉત્તર પ્રદેશમા યોગી આદિત્યનાથ તો વર્ષ 2017 થી સત્તામાં છે. ગંગા જ્યાં સાગર સાથે મળે છે, ત્યાં ગંગાસાગર પશ્ચિમ બંગાળમાં છે. આવામાં હવે ગંગા સાગરમાં પણ ભાજપની જીતનો પરચમ લહેરાયો છે. ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં થોડે દૂર ગંગા વહે છે, ત્યાં ઝામુમોની સત્તા છે. આમ, વ્યાપક રીતે ગંગાના પ્રવાહવાળા રાજ્યોમાં ઉત્તરાખંડ, યુપી, બિહાર અને પશ્ચિ બંગાળ આવે છે. આ ચારેય રાજ્યોમાં હવે ભાજપે સત્તાનો ગંગાસાગર એક્સપ્રેસ બનાવી લીધો છે.
પૂર્વી ભારતમાં હાલ એકમાત્ર ઝારખંડ રાજ્ય એવુ છે, જ્યાં ભાજપની સત્તા નથી. તો પૂર્વી ભારતથી થોડા આગળ પૂર્વોત્તરના આસામમાં ભાજપે સતતી ત્રીજીવાર વિજય મેળવી છે. હવે વિપક્ષની વાત કરીએ તો, ઉત્તર ભારતમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વિપક્ષની સત્તા છે. આ બાજુ પશ્ચિમ ભારત મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં પણ ભાજપની સત્તા છે. આ રીતે વિપક્ષ સતત સમેટાઈ રહ્યું છે. ભાજપ માટે આ ડબલ ખુશીનો સમય છે, કારણ કે 2024 ની ચૂંટણીમાં આંકડો 240 પર સમેટાઈ ગયો હતો, તેનો પ્રભાવ ઓછો થવાની ભવિષ્યવાણી થઈ હતી. હવે આ રાજ્યોની જીતે ફરીથી ભાજપને મજબૂતી આપી છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://બંગાળમાં TMC ના 15 વર્ષના શાસનનો અંત: ભાજપના આ 5 માસ્ટરસ્ટ્રોક વચનોએ અપાવી ઐતિહાસિક જીત