રાજકોટ મનપાનું ફાઈનલ પરિણામ, ભાજપે જીતી 65 બેઠક, જાણો કૉંગ્રેસને કેટલી બેઠકો મળી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ના પરિણામો સામે આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં મોટાભાગે ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. રાજકોટ મહાનગરપાલિકાની ભાજપની ભવ્ય જીત થઈ છે. રાજકોટ મનપાની 72 માંથી ભાજપે 65 બેઠકો પર જીત મેળવી છે. કૉંગ્રેસને રાજકોટ મહાનગરપાલિકામાં 7 બેઠકો પર જીત મળી છે. 2021 કરતાં ભાજપને ત્રણ બેઠકો ઓછી મળી છે.
રાજકોટ વોર્ડ નંબર 16 માં કૉંગ્રેસની આખી પેનલની જીત
અર્જુન ચૌહાણ
ઇબ્રાહિમ સોરા
દિપ્તીબેન સોલંકી
રસીલાબેન ગરૈયા
રાજકોટ વોર્ડ નંબર 15માં મોટો અપસેટ સર્જાયો હતો. અહીં કૉંગ્રેસના વશરામ સાગઠીયાની હાર થઈ છે. વોર્ડ નંબર 15માં કૉંગ્રેસના ત્રણ ઉમેદવારોની જીત થઈ છે જ્યારે એક ઉમેદવારની હાર થઈ છે.
RJ આભા દેસાઇને હારનો સામનો કરવો પડ્યો
રાજકોટમાં જાણીતા RJ આભા દેસાઇને હારનો સામનો કરવો પડ્યો. તેઓ વોર્ડ નં 10ના કોંગ્રેસના ઉમેદવાર હતા. અહીં ભાજપની પેનલની જીત થઈ છે. RJ આભા દેસાઇએ ઉમેદવારી નોંધાવી ત્યારથી જ તેઓ ચર્ચામાં હતા.