પોરબંદર, મોરબી અને નવસારી મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસના સૂપડા સાફ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી રહ્યાં છે. અપેક્ષા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ભવ્ય જીત મેળવી રહી છે. મહાનગર પાલિકાઓમાં તો ભાજપ ક્લીન સ્વીપ તરફ આગળ વધી રહી છે. આ વચ્ચે પોરબંદર, મોરબી અને નવસારી મહાનગર પાલિકામાં ભાજપે વિપક્ષના સૂપડા સાફ કરી દીધાં છે. આ ત્રણેય મનપામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 

નવી બનેલી પોરબંદર મહાનગર પાલિકાના 13 વોર્ડની 52 સીટો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે તમામ 52 બેઠકો કબજે કરી છે. આ બેઠક પર આપ, કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારો હારનો સામનો કરવો પડ્યો છે. પોરબંદર મનપામાં તમામ સભ્યો હવે માત્ર વિજેતા પક્ષના રહેશે.

પોરબંદરની જેમ મોરબી મહાનગર પાલિકામાં પણ ભાજપે ક્લીન સ્વીપ કરી છે. મોરબી મહાનગર પાલિકાના 13 વોર્ડની 52 બેઠકો ભાજપે કબજે કરી છે. અહીં પણ વિપક્ષને કોઈ સીટો મળી નથી. ભાજપે નવી બનેલી મોરબી મનપાને પોતાનો ગઢ બનાવ્યો છે.

નવસારીમાં પ્રથમવાર મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી સીઆર પાટિલના ગઢમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. નવસારીમાં ભાજપે 52 બેઠકોમાંથી 50 બેઠકો કબજે કરી છે. જ્યારે કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો; http://અમદાવાદના ખાડિયામાં પહેલીવાર કોંગ્રેસની ભવ્ય જીત, ભાજપની કારમી હાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *