ભેસાણ બેઠક પર ભાજપની હાર, AAP ની જીત, પૂર્વ MLA ભૂપત ભાયાણી આટલા મતે હાર્યા

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 નું પરિણામ જાહેર થઈ રહ્યું છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર થઈ છે. ભેસાણ જિલ્લા પંચાયત સીટ પર ભાજપની હાર થઈ છે. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની 1500 મતથી હાર થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલીયાની જીત થઈ છે.
આકોલવાડી તાલુકા પંચાયતમાં AAP ઉમેદવારની જીત
ગીર સોમનાથ જિલ્લામાંથી AAP માટે સારા સમાચાર સામે આવ્યા છે. આકોલવાડી તાલુકા પંચાયતમાં AAPના ઉમેદવાર મનીષ ગોંડલીયાએ 221 મતોથી જીત મેળવી છે, જેના કારણે પાર્ટીએ અહીં પોતાનું ખાતું ખોલ્યું છે.