ગીર સોમનાથથી AAP માટે સારા સમાચાર, આ બેઠક પર મળ્યો વિજય

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાંથી AAP માટે સારા સમાચાર સામે આવ્યા છે. આકોલવાડી તાલુકા પંચાયતમાં AAPના ઉમેદવાર મનીષ ગોંડલીયાએ 221 મતોથી જીત મેળવી છે, જેના કારણે પાર્ટીએ અહીં પોતાનું ખાતું ખોલ્યું છે.
બગસરા તાલુકા પંચાયતની એક બેઠક પર પણ AAPએ વિજય નોંધાવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકાનું પરિણામ જાહેર થયું છે. ગણદેવી નગરપાલિકામાં ભાજપે તમામ 24 બેઠકો પર જીત મેળવી છે. નોંધનીય છે કે અહીં ભાજપના 22 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.મોરબી જિલ્લામાં AAPએ પોતાનું ખાતું ખોલ્યું છે. હળવદ તાલુકા પંચાયતમાં AAPના ઉમેદવાર ચંદુ મોરી વિજયી થયા છે.
પાટણ ન.પામાં વોર્ડ નં.1માં પેનલ તુટી
પાટણ નગરપાલિકાના વોર્ડ નં. 1માં પેનલ તૂટી ગઈ છે, જ્યાં ભાજપના ત્રણ અને કૉંગ્રેસના એક ઉમેદવાર વિજયી થયા છે.
ગાંધીનગર મોટી ભોયણી બેઠક પર કૉંગ્રેસનો વિજય
ગાંધીનગરની મોટી ભોયણી બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે, જ્યાં મંજુલાબેન ઠાકોર જીત્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 4માં કાંટાની ટક્કર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ બંનેનું ખાતું ખુલ્યું છે. દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપે જીત નોંધાવી છે, જ્યારે બારસનેડા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર રામાભાઈ પારગી વિજયી થયા છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નં. 1માં કૉંગ્રેસની પેનલનો વિજય થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 4માં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. અહીં AAPના રાહુલ ભુવા અને ભાજપના ઉમેદવાર વચ્ચે જોરદાર મુકાબલો ચાલી રહ્યો છે. સાવલી નગરપાલિકાના વોર્ડ નં. 1 અને 2માં ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં. 2માં ભાજપના ગિરિશ પરમાર, પરેશ ગાંધી, રેખાબેન ચૌહાણ અને સેજલ શાહ વિજયી થયા છે. જ્યારે વોર્ડ નં. 1માં અમરીનબાનુ જાવેદખાન પઠાણ, કિરણબેન ઠાકોર, ત્વરિલ પઠાણ અને મનીષ વસાવાએ જીત મેળવી છે. લુણાવાડા નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નં. 5માં ભાજપના રક્ષાબેન પરમાર 1275 મત સાથે જીત્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર કૃપાબેન ખાંટને 1040 મત મળ્યા છે.