વિશ્વ બેંકની ડરામણી ચેતવણી: 2050 સુધીમાં શહેરી ગરીબો પર ગરમીનો કહેર 700% વધશે

વિશ્વ બેંકના નવા રિપોર્ટમાં ડરામણા આંકડા સામે આવ્યા છે. 2050 સુધીમાં શહેરોમાં રહેતા ગરીબ લોકોની સંખ્યા, જે ખતરનાક ગરમીનો સામનો કરી રહી હશે, તેમાં 700 ટકાનો વધારો થશે. જેનો અર્થ એ છે કે આજે જેટલા ગરીબો ગરમીથી પ્રભાવિત છે, તેના કરતા સાત ગણા વધુ લોકો 2050માં આ આગ ઓકતી ગરમીમાં શેકાશે. સૌથી વધુ જોખમ પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના શહેરો પર છે.
અહીં ગરીબ પરિવારો, બહાર કામ કરતા મજૂરો, વૃદ્ધો અને બાળકો સૌથી પહેલા શિકાર બનશે. જો અત્યારે કોઈ પગલાં નહીં લેવામાં આવે તો હીટવેવ વધુ ઝડપથી અને લાંબી બનશે. લોકો મૃત્યુ પામશે, પરિવારો વિખેરાઈ જશે અને આખું શહેર ઠપ્પ થઈ જશે.
વિશ્વ બેંકનું કહેવું છે કે ગરમી હવે માત્ર મોસમી પરેશાની નથી. તે શહેરોની આખી વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરી દેશે. જો શહેરો અત્યારે તૈયાર નહીં થાય તો લાખો લોકો બેઘર થઈ જશે, ભૂખે મરશે અને ગરમીને કારણે થતા મોત સામાન્ય બની જશે.
અમદાવાદના શ્યામલમાં શાંગરીલા-2 આર્કેટના જિમમાં આગ: https://www.instagram.com/reel/DXn6DhiE9ZB/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: રાજ્યના આ ગામમાં આજે ફરી યોજાઇ રહ્યું છે મતદાન, કારણ ચોંકાવનારું