વોશિંગ્ટનમાં ડિનર દરમિયાન અંધાધૂધ ફાયરિંગ, ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક અધિકારીઓ હાજર હતા

અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હોટેલ હિલ્ટનમાં હાજર હતા, ત્યારે બહાર ફાયરિંગ થયું.

ટ્રમ્પે જણાવ્યું કે હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે. ફાયરિંગની ઘટના ડિનર હોલની ઉપર સ્થિત લોબી એરિયામાં થઈ હોવાનું કહેવાય છે.

સિક્રેટ સર્વિસના નિર્દેશ પર કાર્યક્રમમાં હાજર મહેમાનોને ટેબલ નીચે જવા માટે કહેવામાં આવ્યું. રિપોર્ટ્સ અનુસાર, ભારે હથિયારોથી સજ્જ સુરક્ષાકર્મીઓ તરત જ સ્ટેજ પર પહોંચી ગયા અને સમગ્ર કાર્યક્રમ સ્થળને સુરક્ષિત કર્યું.

ઘટના પછી ઘણા લોકો બહાર નીકળતા જોવા મળ્યા, પરંતુ સ્ટેજ પરથી એવી જાહેરાત કરવામાં આવી કે કાર્યક્રમ જલ્દી જ શરૂ થશે. જોકે, તે સ્પષ્ટ નથી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કાર્યક્રમમાં સામેલ થશે કે નહીં.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, વોશિંગ્ટનમાં આજની સાંજ ઘણી હલચલભરી રહી. સિક્રેટ સર્વિસ અને કાયદા અમલીકરણ એજન્સીઓએ શાનદાર કામ કર્યું. તેમણે ઝડપથી અને બહાદુરીપૂર્વક કાર્યવાહી કરી. હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે, અને મેં સૂચવ્યું છે કે આપણે કાર્યક્રમ ચાલુ રાખીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *