પંજાબીઓ સાથે ભાજપે ફરી દગો કર્યો’, રાઘવ ચઢ્ઢા મુદ્દે કેજરીવાલે આપી પ્રતિક્રિયા

Delhi Chief Minister and AAP Convener Arvind Kejriwal speaks during a meeting with traders and businessmen in Rajkot | PTI

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બે તૃતિયાંશ (2/3) સભ્યો સાથે રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી છે. તે બાદ દિલ્હી, પંજાબ સહિત દેશના રાજકારણમાં ફરી ગરમાવો વધી ગયો છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.

રાઘવ ચઢ્ઢા મુદ્દે કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું છે કે ‘ભાજપે ફરી પંજાબીઓ સાથે દગો કર્યો’ બીજી તરફ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે ભારતીય જનતા પાર્ટી અને તેના ટોચના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ‘ઓપરેશન લોટસ’ દ્વારા પંજાબ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. ‘ઓપરેશન લોટસ’ ખરેખર હલકી રાજનીતિનું એક ઉદાહરણ છે. તે માત્ર સત્તા કબજે કરવાનો પ્રયાસ નથી, પરંતુ પંજાબમાં ચાલી રહેલા જનહિતના કાર્યોને રોકવાનું એક ષડયંત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *