ગાયિકા કાજલ મહેરિયાએ નાત બહાર લગ્ન કર્યાં, ભાઈ સંદીપ મહેરિયાએ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

ગુજરાતની લોકપ્રિય ગાયિકાકાજલ મહેરિયાના અંગત જીવનને લઈને તાજેતરમાં એક નવો વિવાદ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, કાજલ મહેરિયાએ પોતાના પરિવાર અને સમાજની જાણ બહાર પ્રેમલગ્ન કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ મુદ્દે ગાયિકાના ભાઈ સંદીપ મહેરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ કાજલ મહેરિયાએ પરિવાર અને સમાજને જાણ કર્યા વગર લગ્ન કર્યા છે. જેને કારણે પરિવારજનોમાં ચિંતા અને અસંતોષ ફેલાયો છે.

સંદીપ મહેરિયાએ પોતાની પોસ્ટમાં સમાજના લોકો પાસે મદદની વિનંતી પણ કરી છે, જેથી આ મામલે યોગ્ય માહિતી અને સહકાર મળી શકે. તેમણે આ ઘટનાને ગંભીર ગણાવી પરિવાર માટે મુશ્કેલીજનક પરિસ્થિતિ ઉભી થઈ હોવાનું જણાવ્યું છે.હાલ સુધી કાજલ મહેરિયાએ આ સમગ્ર વિવાદ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જેના કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. ચાહકો અને સમાજના લોકો આ મુદ્દે ગાયિકાની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

આ ઘટનાએ ફરી એકવાર સેલિબ્રિટીના અંગત જીવન અને સમાજ વચ્ચેના સંબંધોને લઈને ચર્ચા જગાવી છે. હવે જોવાનું રહ્યું કે કાજલ મહેરિયા આ મુદ્દે શું સ્પષ્ટતા કરે છે અને આગળ શું વળાંક આવે છે.

Kalolના Santej વિસ્તારમાં કથિત પત્રકાર બની ખંડણી વસૂલતી ટોળકીનો ભંડાફોડ – https://www.instagram.com/reel/DXLunuBjiG6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://‘આ ઐતિહાસિક પળ છે’…મહિલા અનામત બિલ પર લોકસભામાં બોલ્યાં PM મોદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *