બિહારના આગામી CM હશે સમ્રાટ ચૌધરી, ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યસભાના સાંસદ બન્યા બાદ તેમણે આજે મંગળવારે બિહારના મુખ્યમંત્રી પદેથી સ્વૈછિક રાજીનામું આપી દીધું છે. જે બાદ બિહારમાં નવી સરકાર રચવા કેન્દ્રીયમંત્રી પર્યવેશન શિવરાજસિંહના નેતૃત્વ હેઠળ બિહાર ભાજપના ધારાસભ્ય દળની બેઠળ મળી છે. આ બેઠકમાં સમ્રાટ યૌધરીને ધારાસભ્ય દળના નેતા તરીકે નામનો પ્રસ્તાવ મુકાયો છે. વિજય સિન્હાએ તેમના નામનો પ્રસ્તાવ રખાયો હતો.મંગલ પાંડે, દિલિપ જયસ્વાલે તેને સમર્થન જાહેર કર્યું હતું. જે બાદ બધા ધારાસભ્યોએ વધાવી લીધો છે. જણાવી દઈએ કે, આ બેઠકમાં ભાગ લેવા જ્યારે સમ્રાટ ચૌધરી આવ્યા ત્યારે તેમના સમર્થનમાં નારા લાગ્યા હતા. 

નવા મુખ્યમંત્રીની રેસમાં ભાજપના આ નેતાઓના નામ પણ ચર્ચામાં હતા જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, મંત્રી દિલીપ જયસ્વાલ, ધારાસભ્ય સંજીવ ચૌરસિયા, સાંસદ સંજય જયસ્વાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ રેણુ દેવી સહિતના નામ હતા. 

અંતિમ કેબિનેટ બેઠકમાં નીતિશ કુમાર ભાવુક

નીતિશ કુમારે આજે રાજ્યપાલને મળીને બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે તેમણે રાજીનામું આપતા પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી જેમાં તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. તેમણે વર્ષ 2005થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારથી હું સત્તામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી મારાથી જ્યાં સુધી થઈ શક્યું ત્યાં સુધી મેં બિહાર માટે કર્યું છે.  આ દરમિયાન બેઠકમાં હાજર રહેલા અન્ય મંત્રીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. 

મોટા પાયે ચાલતા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ – https://www.instagram.com/reel/DXG0WxqDZtW/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ખેડૂતો તારીખ નોંધી લેજો! આ 2 દિવસ ગુજરાતના માથે કમોસમી માવઠાનું સંકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *