આશા ભોંસલેના પાર્થિવ દેહની અંતિમ યાત્રા, શિવાજી પાર્ક સ્મશાન ગૃહે જશે

ભારતીય સંગીત જગતના દિગ્ગજ અને લાખો દિલો પર રાજ કરનાર સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેના પાર્થિવ દેહને આજે અંતિમ સંસ્કાર માટે મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક સ્મશાનગૃહ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે.

મોક્ષ રથને તેમના પસંદના ફૂલોથી શણગારવામાં આવ્યો 

તેમની અંતિમ યાત્રા માટે ‘મોક્ષ રથ’ સજાવવામાં આવ્યો છે. આશા તાઈને સફેદ અને પીળા રંગના ફૂલો પસંદ હતા, તેથી મોક્ષ રથને રજનીગંધા અને ગલગોટાના પીળા ફૂલોથી શણગારવામાં આવ્યો છે. આશા ભોસલેએ તેમની સિંગિંગ કરિયરમાં 9 ફિલ્મફેર સહિત 100થી વધુ એવોર્ડ જીત્યા હતા. તેમને દેશના બીજા સૌથી મોટા નાગરિક સન્માન ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંગીત પ્રેમીઓ અને ફિલ્મ જગત માટે આ એક અત્યંત દુઃખદ ક્ષણ છે. તેમના નિવાસસ્થાનેથી શરૂ થયેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ચાહકો, બોલિવૂડની હસ્તીઓ અને રાજકીય નેતાઓ જોડાયા છે. શિવાજી પાર્ક ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.

અંતિમ વિદાય: 

મુંબઈના દાદર સ્થિત શિવાજી પાર્ક ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે. રસ્તામાં હજારો ચાહકો તેમની પ્રિય ગાયિકાના અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. આશાજીના નિધનથી ભારતીય સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે.  તેમના સુમધુર અવાજ દ્વારા ગાયેલા ગીતો હંમેશા સંગીત પ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે.  

ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરશે મહારાષ્ટ્ર સરકાર

મહારાષ્ટ્ર કેબિનેટે આશા ભોસલેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમની અમર વિરાસતને સન્માન આપવા માટે કેબિનેટે તેમના નામે એક ચેરિટેબલ ટ્રસ્ટ અથવા સામાજિક સંસ્થા સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

લિંબાયત વિસ્તારમાં પોલીસની કડક કાર્યવાહી 🚨
અસામાજિક તત્વો સામે લેવાયો મોટો એક્શન. શું છે સંપૂર્ણ મામલો?
વાંચો અહીં 👉https://www.instagram.com/reel/DXEVJq4jQDX/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: અમદાવાદના વાસણા વોર્ડમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ, ધારાસભ્ય અમિત શાહે આપી જાણકારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *