આણંદમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં જામ છલકાયા; ત્રણ મહિલાઓ સહિત 19 નબીરાઓ ઝડપાયા

આણંદ જિલ્લાના ઉમેટા માનપુરા રોડ પર ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર મોડી રાત્રે પોલીસ ત્રાટકીને મોટી કાર્યવાહી કરી છે. ફાર્મ હાઉસમાં વડોદરાના જાણીતા બિઝનેસમેનો દ્વારા બિઝનેસ પાર્ટીના બહાને દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના દરોડા દરમિયાન ત્રણ મહિલાઓ સહિત કુલ 19 લોકો નશાની હાલતમાં ઝડપાયા છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, આણંદના ઉમેટા રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં વડોદરાના બિઝનેસમેનોએ એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ બિઝનેસ પાર્ટીમાં પુરુષોની સાથે મહિલાઓ પણ હતી અને દારૂની મહેફિલ માણી રહી હતી. આ પાર્ટી વિશે પોલીસને ગુપ્ત બાતમી મળતા જ આંકલાવ પોલીસે ફાર્મ હાઉસ પર ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસને જોતા જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરી 18 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આંકલાવ પોલીસે ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો અને કિંમતી સામાન કબજે કર્યો છે. જેમાં બિયરના 17 સીલબંધ ટીન અને 21 ખાલી ટીન મળી આવ્યા છે. આ હાઈપ્રોફાઈલ નબીરાઓની 8 લક્ઝુરિયસ કાર પણ કબજે લેવાઈ છે. આ સિવાય આરોપીઓ પાસેથી 22 મોબાઈલ ફોન પણ પોલીસના તાબે કરવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂ. 1,04,78,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આંકલાવ પોલીસે ફાર્મ હાઉસના માલિક પરીક્ષિત મિસ્ત્રી સહિત કુલ 20 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે કે આટલા મોટા પ્રમાણમાં બિયરનો જથ્થો કોણે સપ્લાય કર્યો હતો. આ ઉપરાંત, બિયરનો જથ્થો પૂરો પાડનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ પણ તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટનાએ પંથકમાં ભારે ચકચાર જગાવી છે.
અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થતા જ કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો.
👉 આખી ઘટના અને વિગતવાર માહિતી જાણવા અત્યારે જ ક્લિક કરો- https://www.instagram.com/reel/DW_IzsrjodA/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: અમદાવાદ રેલ્વે સ્ટેશને જતા પહેલા વાંચી લેજો; અનેક ટ્રેનો થશે પ્રભાવિત, જાણો કેન્સલ થનાર ટ્રેનોનું લિસ્ટ