ગઈકાલે ભાજપમાં જોડાયેલા આજે ટિકિટ મળી, રાજુ કરપડાને ટિકિટ મળતાં રાજકારણમાં ગરમાવો

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય ગરમાવો વચ્ચે ભાજપે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક માટે ટિકિટ ફાળવવામાં આવી છે.
ગઈકાલે જ રાજુ કરપડા ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા હતા અને આજે જ તેમને ટિકિટ આપતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. પક્ષ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને લઈને વિવિધ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે.મૂળી-2 બેઠક પર ભાજપે નવા ચહેરાને તક આપતા પાર્ટી સ્થાનિક સ્તરે મજબૂત સ્થિતિ બનાવવા પ્રયત્નશીલ છે. રાજુ કરપડાની ઉમેદવારીને લઈને પક્ષ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હવે આવનારા સમયમાં આ બેઠક પરનો ચૂંટણી જંગ રસપ્રદ બનવાની શક્યતા છે, કારણ કે અન્ય પક્ષો પણ મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે.