સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર

 દિલ્હી વિધાનસભાને આજે ધમકીભર્યો ઇમેલ મળ્યો હતી જેમાં વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને વિધાનસભા પરિસર, સચિવાલય અને ઘણી સ્કૂલો અને મેટ્રો સ્ટેશન પર સુરક્ષા અને તપાસ વધારી દેવામાં આવી છે. જો કે આ સમાચારથી રાજધાનીમાં અફર તફરીનો માહોલ પણ સર્જાયો છે.


ગુરુવારે સવારે મળેલા એક ધમકીભર્યા ઈમેલે દિલ્હીનું સુરક્ષા તંત્ર એલર્ટ પર મૂકી દીધું કારણ કે આ ઈમેલ વિધાનસભા સાથે જોડાયેલા અનેક સરકારી તેમજ અન્ય ઇનબોક્સમાં મોકલાયો હતો. ઈમેલમાં દિવસ દરમિયાન અલગ-અલગ સમયોએ વિધાનસભા, સચિવાલય, ચોક્કસ શાળાઓ અને મેટ્રો સ્ટેશનોને નિશાન બનાવી સંભવિત વિસ્ફોટોની ચેતવણી આપવામાં આવી હતી. માહિતી મળતા જ દિલ્હી પોલીસ તરત જ એક્શન મોડમાં આવી ગઈ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તથા સ્નિફર ડોગ્સની ટીમો સાથે સંકલન કરીને વિધાનસભા સંકુલ, સચિવાલય, નિશાન બનાવવામાં આવેલી શાળાઓ અને મેટ્રો સ્ટેશનો પર વ્યાપક એન્ટી-સેબોટેજ તપાસ શરૂ કરી. કોઈપણ સંભવિત જોખમને અટકાવવા સુરક્ષા દળો દ્વારા દરેક ખૂણો અને સ્થળની ખૂબ જ સાવધાનીપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં તાજેતરમાં મળેલી બોમ્બ ધમકી બાદ સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળોએ પોલીસ દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. દરેક શંકાસ્પદ હલચાલ પર નજીકથી નજર રાખવામાં આવે છે અને સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્કતા સાથે કાર્યરત છે. પોલીસ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ નજરે પડે તો તરત જ અધિકારીઓને જાણ કરે. જેથી સમયસર પગલાં લઈ શકાય.

દિલ્હી વિધાનસભાને મળેલી આ બોમ્બ ધમકીએ સુરક્ષા તંત્રની તત્પરતા અને તૈયારીને ફરી એકવાર સામે લાવી છે. જોકે, આવી ઘટનાઓ સામાન્ય જનતામાં ભય અને અનિશ્ચિતતા ફેલાવી શકે છે. તેથી માત્ર સુરક્ષા કડક બનાવવી પૂરતી નથી, પરંતુ આ પ્રકારની ધમકીઓ પાછળ રહેલા તત્વોને શોધી કાઢીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી પણ એટલું જ જરૂરી છે. આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં જનસુરક્ષા અને વિશ્વાસ જાળવવો સૌથી મોટો પડકાર બની રહે છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: દેશમાં LNG સંકટ વચ્ચે પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીની કતાર યાત્રા, સરકારે લીધા મોટા પગલાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *