PM મોદીની સિંહગર્જના : જગતને જોડવાનું કામ ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યું છે

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. તેમાં સૌપ્રથમ તેઓએ ગાંધીનગરના કોબામાં સમ્રાટ મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું. આ બાદ તેઓ સાણંદ પહોંચીને સેમિકંડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. તો સાથે જ વાવ થરાદથી ગુજરાતીઓને વિકાસકાર્યોની ભેટ આપશે. કોબામાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ વિકાસનો નવો મંત્ર આપ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યૂઝિયમના ઉદઘાટન બાદ કહ્યું કે, ભગવાન મહાવીરની જન્મ જયંતિ પર જૈન તીર્થ આવવાનો મોકો મળ્યો છે. દેશના લોકોને ભગવાન મહાવીરની જન્મ જયંતિની શુભેચ્છાઓ પાઠવું છું. મહારાજશ્રીના સ્વપ્ન એ જ્ઞાનનું કેન્દ્ર સ્થાપ્યું છે. કોબા જૈન સ્થળની ઉર્જા અલૌકિક છે. વર્ષોથી જોયું છે કે, કોબા તીર્થમાં અધ્યયન અને સાધના થાય છે. જૈન ધર્મની હજારો વર્ષોની વિરાસત એક સ્થળે એકત્ર થઈ છે. જ્ઞાનને નવી પેઝી સુધી પહોંચાડવા માટે અહીં ઈનોવેશન અપનાવવામાં આવે છે. જૈન મ્યુઝિયમ જ્ઞાનનો એક મહાકુંભ છે. સમ્રાટ સંપ્રતિએ એક માત્ર મહારાજ નહોતા પણ માનવતાના આદર્શ હતા. ઘણા શાસકોએ આદર્શ અને મૂલ્યોને કિનારે કર્યા હતા. ભારતમાં સમ્રાટ સંપ્રતિ જેવા શાસક થયા, જેઓએ સેવા અને સંકૃતિ અપનાવી. કેટલાક શાસકોએ હિંસા અપનાવી જ્યારે જૈન શાસકોએ અહિંસાનો સંદેશ આપ્યો.

તેઓએ કહ્યું કે, આ મ્યુઝિયમની સત દીર્ઘામા ભારતના દર્શન થાય છે. વિવિધતામાં ભારતની એકતા એ આપણી તાકાત છે. દુનિયામાં મત અને મઝહબના આધારે ટકાવાર જોવા મળે છે. આજે દુનિયા અસ્થિરતાની આગમાં જોવા મળે છે. ભારતમાં જ્ઞાન એક મુક્ત પ્રવાહ રહ્યો છે. ભારતના જ્ઞાનને આક્રમકતાએ નાશ કર્યા. પ્રાચીન પાંડુ લિપિઓના પુસ્તકો સળગાવી દેવામાં આવ્યા હતા. ગત સરકારો દ્વારા પણ પાંડુ લિપિઓની અવગણના કરવામાં આવી. વર્તમાન સરકારમાં પાંડુલિપીઓને સુરક્ષિત કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતના નવા સંસ્કૃતિ અભ્યુદયનો ઉદય છે. પ્રાચીન મંદિરોના પુનઃ ઉથાન થઈ રહ્યું છે. પહેલા વોટબેન્ક એક પરિવાર આધારિત વ્યવસ્થાઓ હતી. અમે આ વ્યવસ્થાઓને નાબૂદ કરી છે. અમે વ્યક્તિગત આકાંક્ષાઓને બાજુ પર રાખી દેશના વિકાસ તરફ જોઈએ છીએ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, નવકાર મંત્રના નવ મંત્રોમાં નવ સંકલ્પો છે. આવનારા સમયમાં ભારત સામે મોટા લક્ષ્ય છે. આપણી એકતા અને સંસ્કૃતિ સમૃદ્ધિ જ આપણી તાકાત છે. જ્ઞાન સાધના અને સંકલ્પનું કેન્દ્ર મ્યુઝિયમ બનશે.
પ્રધાનમંત્રીએ ગુજરાતીમાં આગળ કહ્યું કે, બધા લોકો વધુમાં વધુ મ્યુઝિયનની મુલાકાતે આવે. માત્ર જોવા માટે જ નહીં પણ સમજવા માટે પણ આવે. ગુજરાતમાં આવતા જ પહેલો કાર્યકમ મૂળથી જોડાવવાનો છે. જૈન ધર્મના કાર્યક્રમમાં હું આવ્યો. બીજો કાર્યક્રમ સાણંદ ખાતે જગત સાથે જોડવાનો છે. સાણંદ ખાતે સેમિકંડકરના પ્લાન્ટના કાર્યક્રમમા હું જવાનો છુ. આમ, જગતને જોડવાનું કામ ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યું છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: અમદાવાદના સાયન્સ સીટી રોડ સોલા ખાતે ૦૧ એપ્રિલથી દિવ્ય અલૌકિક શિવકથાનું ભવ્ય આયોજન