IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 19મી સીઝનની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની શાનદાર જીત સાથે થઈ છે. ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં RCB એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 6 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાનો દબદબો જમાવી દીધો છે. આ મેચમાં પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 201/9 નો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. પરંતુ, વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલની વિસ્ફોટક બેટિંગની મદદથી RCB એ આ મોટો ટાર્ગેટ માત્ર 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને (203/4) ખૂબ જ આસાનીથી હાંસલ કરી લીધો હતો. RCB તરફથી વિરાટ કોહલીએ 38 બોલમાં સૌથી વધુ 69* રન બનાવ્યા હતા, જ્યારે હૈદરાબાદ તરફથી ડેવિડ પેને સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.
RCB ની શરૂઆત થોડી નબળી રહી હતી. મેચની બીજી જ ઓવરમાં, જ્યારે ટીમનો સ્કોર માત્ર 9 રન હતો, ત્યારે ઓપનર ફિલ સોલ્ટ આઉટ થઈ ગયો હતો. સોલ્ટે 7 બોલનો સામનો કરીને 2 ચોગ્ગાની મદદથી માત્ર 8 રન જ બનાવ્યા હતા.
પહેલી વિકેટ જલ્દી પડ્યા પછી વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે મેદાન પર આવીને હૈદરાબાદના બોલરોનો પરસેવો છોડાવી દીધો.
બંનેએ બીજી વિકેટ માટે માત્ર 45 બોલમાં 101 રનની તોફાની ભાગીદારી નોંધાવી અને મેચને એકતરફી કરી દીધી.
પડિકલે આક્રમક બેટિંગ કરતા 26 બોલમાં 7 ચોગ્ગા અને 4 જંગી છગ્ગાની મદદથી 61 રન ફટકાર્યા.
9મી ઓવરમાં 110 રનના સ્કોર પર જ્યારે પડિકલ આઉટ થયો, ત્યારે RCB એકદમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત