નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?

ભારતની સૌથી મોટી ખાનગી ઇંધણ રિટેલર કંપની નાયરા એનર્જીએ ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. નાયરાના પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. નાયરાએ પેટ્રોલમાં લીટરે 5 રૂપિયા, ડીઝલમાં લીટરે 3 રૂપિયાનો વધારો કરાયો છે. નાયરાના પેટ્રોલ પંપ પર પેટ્રોલનો ભાવ રૂ.99.65, ડીઝલનો ભાવ રૂ.93.07 છે. હજુ અન્ય ઓઈલ કંપનીએ ભાવમાં વધારો કર્યો નથી. ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ઉર્જા ચિંતાઓને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં ધીમે ધીમે વધારો થયો છે કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લગભગ બંધ હોવાના કારણે ઈંધણની સપ્લાય થઈ રહી નથી. તે સિવાય અમેરિકા ઈરાનના ઊર્જા ફેસિલિટી પર હુમલાઓ કરી રહ્યું છે જેના કારણે વૈશ્વિક પુરવઠો ખોરવાઈ ગયો છે.
ઈંધણની અછતની ચિંતાઓ વચ્ચે ભારતના ઘણા રાજ્યોમાં લોકો તેમના વાહનોમાં ઇંધણ ભરવા માટે પેટ્રોલ પંપો પર લાઈનો લગાવી રહ્યા છે. જ્યારે LPG કટોકટીને કારણે ફિલિંગ સ્ટેશનો અને ડેપોની બહાર લાંબી કતારો પણ જોવા મળી છે. નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવની દ્રષ્ટિએ સૌથી વધુ ભાવ હૈદરાબાદમાં નોંધાઈ રહ્યા છે જ્યાં ગુરુવાર સુધીમાં પ્રતિ લિટર ₹107.46નો ભાવ હતો. મુંબઈ અને કોલકાતા જેવા અન્ય શહેરોમાં પણ ભાવ ₹100 પ્રતિ લિટરથી ઉપર હતા.
સરકારે ખાતરી આપી હતી કે દેશ ઇંધણની અછતનો સામનો કરી રહ્યો નથી છતાં બુધવારે સોશિયલ મીડિયા પર ઇંધણની અછતના અહેવાલો વચ્ચે આસામના ઘણા ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની પેનિક થઈને ખરીદી કરી રહ્યા હોવાના અહેવાલો આવ્યા હતા. દરમિયાન, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત મુખ્ય ઇંધણ અને ખાતરોની અછતનો સામનો કરી રહ્યું છે અને ચેતવણી આપી હતી કે આગામી વિધાનસભા ચૂંટણી પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે.
નાયરા એનર્જીના દેશભરમાં 6,500થી વધુ પેટ્રોલ પંપ (રિટેલ આઉટલેટ્સ) છે. તે ભારતની બીજી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ઓઇલ રિફાઇનરી અને રિટેલ નેટવર્ક કંપની છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ