અછતની અફવા વચ્ચે અમદાવાદ સહિત અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર લાગી લાંબી લાઈન, વાહન ચાલકો પરેશાન

અમદાવાદ શહેરમાં LPG ગેસની અછત વચ્ચે હવે પેટ્રોલની અછત સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. શહેરના ખમાસા સહિત અનેક પેટ્રોલપમ્પ પર વાહનચાલકોની લાંબી કતાર લાગી છે. પેટ્રોલ ભરાવવા લોકો પોતાના કામ મૂકીને દોડ્યા છે. ખમાસા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પણ એક કિમી લાંબી લાઈન લાગી છે. લાઈનમાં ઊભા રહીને પણ પેટ્રોલ મળશે કે કેમ તે અંગે વાહનચાલકોએ ચિંતા વ્યક્ત કરી છે.
આજે બપોરના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન દરમ્યાન કહી કે કોરોનાની જેમ ધીરજ રાખી એકથઈને લાંબી લડાઈ લડવાની તૈયારી રાખવાના સંકેતને લઈ અમદાવાદ સહિતના શહેરનો પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ માટે લોકોની રીતસરની લાઈનો લાગી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારમાં ઈંધણ માટે અડધો-અડધો કિલોમીટર સુધી લાઈન જોવા મળી હતી.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: સુરતમાં LPG ગેસ સાથે ઇલેક્ટ્રિક સગડીની પણ અછત, વેપારીઓ એડવાન્સ બુકિંગ લેવા મજબૂર