એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ગાંજો લવાયો! એ પણ હાઇડ્રોપોનિક, 3ની ધરપકડ

સુરત એરપોર્ટ પર ફરી એક વખત ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરફેરની ઘટના સામે આવી છે. જોકે કસ્ટમ વિભાગે સતર્કતા દાખવીને મોટી કાર્યવાહી કરી હતી, જેમાં કરોડોની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા દિલ્હીથી સુરત લાવવામાં આવેલ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. તપાસ દરમિયાન અધિકારીઓએ આશરે 1972.20 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો કબ્જે કર્યો હતો. આરોપીઓ પાસેથી લગભગ 7 પેકેટ મળ્યા હતા, જેમાં આ નશીલો પદાર્થ છુપાવવામાં આવ્યો હતો.
આ મામલે ત્રણ લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ વિભાગ દ્વારા આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે આ ગાંજાની બજાર કિંમત કરોડોમાં હોઈ શકે છે, જેને ધ્યાનમાં લેતા આ કેસને ગંભીર માનવામાં આવી રહ્યો છે. હાલમાં કસ્ટમ વિભાગ દ્વારા આરોપીઓની પૂછપરછ ચાલુ છે. આ ગાંજો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ આ નેટવર્કના અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી