લગ્નના 10 વર્ષ પછી ‘ઈશીમા’ના ઘરે ખુશખબર: દિવ્યાંકા ત્રિપાઠીએ બેબી બમ્પ સાથે તસવીરો શેર કરી, કહ્યું—‘જીવનનો સૌથી સુંદર અધ્યાય હવે શરૂ થશે’

‘યે હૈ મહોબ્બતે’ ફેમ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ ગુરુવારે પોતાની પ્રેગ્નન્સીની ખુશખબર શેર કરી છે. તેમણે પતિ વિવેક દહિયા સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો પોસ્ટ કરી. લગ્નના લગભગ 10 વર્ષ બાદ હવે આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે.

‘10 વર્ષ પછી વાર્તામાં નવો વળાંક…’
દિવ્યાંકા અને વિવેકે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો સાથે લખ્યું, “10 વર્ષ પછી અમારી વાર્તામાં નવો વળાંક આવ્યો છે. કેટલીક યાત્રાઓ ઝડપથી પૂર્ણ કરવા માટે નથી હોતી, પરંતુ સાથે મળીને તૈયાર થવા માટે હોય છે. અને જ્યારે લાગે કે વાર્તા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે જ જિંદગી તેમાં સૌથી સુંદર અધ્યાય ઉમેરે છે.”

તેમણે આગળ લખ્યું, “અમે હજુ પણ આ ક્ષણને અનુભવી રહ્યા છીએ, કારણ વગર હસી રહ્યા છીએ અને દિલ કૃતજ્ઞતાથી ભરાયું છે. અમે માતા-પિતા બનવાના છીએ.”

જૂનમાં આવશે નવો મહેમાન
પ્રેગ્નન્સી અંગે ‘ઈટાઈમ્સ’ સાથેની વાતચીતમાં કપલે જણાવ્યું કે દિવ્યાંકાની ડિલિવરી જૂન મહિનામાં અપેક્ષિત છે. એક્ટ્રેસે જણાવ્યું કે તેઓ લગભગ દર મહિને ટેસ્ટ કરતી હતી અને પોઝિટિવ પરિણામની રાહ જોઈ રહી હતી. જ્યારે અંતે રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્યારે આ ખુશખબર સ્વીકારવામાં થોડો સમય લાગ્યો. વિવેક ખુશ તો થયા, પરંતુ તરત જ ઉજવણી કરી નહોતી.

દિવ્યાંકાએ ઉમેર્યું કે પ્રેગ્નન્સી બાદ તેમના મન અને શરીરમાં ઘણો બદલાવ આવ્યો છે. તેઓ હવે પોતાના ખોરાક, વ્યાયામ અને દૈનિક જીવનશૈલી અંગે વધુ સાવચેત બની ગઈ છે.

લવ સ્ટોરીની શરૂઆત સેટ પરથી
દિવ્યાંકા અને વિવેકની પ્રથમ મુલાકાત 2015માં ‘યે હૈ મોહબ્બતે’ના સેટ પર થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે માત્ર પ્રોફેશનલ સંબંધ હતો અને વાતચીત ઓછી થતી હતી. કો-સ્ટાર પંકજ ભાટિયાએ બંનેને નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. થોડા સમયની ડેટિંગ બાદ બંનેએ 8 જુલાઈ 2016ના રોજ ભોપાલમાં લગ્ન કર્યા હતા.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: સોનું-ચાંદીમાં મોટો ધબકાર: આજે ચાંદી ₹13,000 ઘટી, માત્ર 5 દિવસમાં ₹31,000નો ઘટાડો; સોનું ₹4,000 ઘટીને ₹1.52 લાખ—તમારા શહેરના તાજા ભાવ જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *